________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–ર
એક નગરમાં એક નાના બાળકની હત્યા થઈ. હત્યારા તે દિવસે જ પકડાઈ જતાં તેને જેલમાં પુરી દેવાયા. મૃત ખાળકના પિતા કાઈ કારણસર ગુન્હેગાર બન્યા એટલે તેને પણ જેલમાં લઈ ગયા.
૧૨૦
ત્યાં હત્યારા અને શેઠ બન્નેને એક જ બેડીએ કેદ કરેલા હતા. કયાંય પણ જવુ હાય તા અને સાથે જ જઈ શકે, શેઠના ઘેરથી તા સારું સારુ ભેાજન આવવા માંડયું. હત્યારા કહે મને પણ ચેાડું ભેાજન આપેા. શેઠ બાલ્યા તું મારા પુત્રના હત્યારા છે માટે તને હું ભાજન આપીશ નહીં.
ખારે શેઠને હાજતે જવાની જરૂર પડી. જેલના એક કમરામાંથી માત્ર મહાર સુધી જવા માટે પણ હત્યારા સાથે જોઈએ. હત્યારાએ સાથે આવવા ના પાડી દીધી. હત્યારા કહે તમારા ભેાજનના અડધા ભાગ આપે! તા હું સાથે આવું. બીજા દિવસથી શેઠે અડધુ ભાજન આપવાનું શરૂ કર્યું....
હત્યારા એ શરીર છે અને સમી આત્મા એ શેઠનુ પ્રતિક છે. શરીર અને આત્મા બંને સાથે છે ત્યાં સુધી શરીરને આહારાદિક આપવા પડશે, તેા જ શરીર આત્માને સંચમ આરાધનામાં સહાયક મનાવાનું.
જેમ શેઠ પેાતાના જ પુત્રના હત્યારાને ભાજન આપતા ત્યારે કેવું કમને આપતા હશે ? તે પણ કેટલું થાડુ આપતા હશે ? તેમ પરિમિત ભાજન દ્વારા એટલે કે ઉણાદરી તપ થકી આ શરીરને માત્ર હત્યારા કે ડાકુ સમજી મર્યાદિત આહાર ગ્રહણ કરવા.
આ આહાર અણાહારી પદ પ્રાપ્તિ કરાવવા મદરૂપ બને તેવી નીર'તર આરાધનામય જીવન બનાવા એજ અભ્યર્થાંના