________________
ભુખ્યા રહેવાની કલા
૧૦૭
કેટલે ઉત્કૃષ્ટ ભાવ હશે તે અણગારને કે જેણે પિતાનું ધન્ય નામ સાર્થક કરી બતાવ્યું. વળી મુનિરાજ છઠ્ઠ એટલે માત્ર આહાર ત્યાગ કરીને નથી બેઠા.
૦ પહેલી પારસીમાં સ્વાધ્યાય કરે. ૦ બીજી પારસીમાં દાન કરે તે ધ્યાન કેવું?
પૂ. યશોવિજયજી મહારાજ શીતલનાથ પ્રભુની સ્તવના કરતાં જણાવે કે – વિષય લગન કી અગ્ની બુઝાવત તુમ ગુણ અનુભવ ધારા ભઈ મગનતા તુમ ગુણ સકા કણ કંચન કણ દારા
પ્રભુના ધ્યાનમાં મસ્ત બનેલાને ઈન્દ્રિયની રમણતા કે વિષયની વિષમતાને સ્પર્શ પણ ન થાય એવા ધન્ય મુનિ ત્રીજા પ્રહરે પારણાને દિવસે પ્રભુની આજ્ઞા લઈ ભીક્ષા માટે નીકળે. આયંબિલ તપ કરે તેમાં અન્ન ગ્રહણ કરે તે કેવું વિરસ?
માખી પણ તેના ઉપર બેસવા તૈયાર ન થાય તેવું લખું–શકું. ક્યારેક ન મળે તે માત્ર જળથી પણ નિર્વાહ કરે. એ રીતે કેવળ દેહની ધારણ માટે જ આહાર કરતા. ધીરે ધીરે મુનિનું શરીર અત્યંત કૃશ થઈ ગયું, માંસ રહિત અને માત્ર સુકાં હાડકાંથી ભરેલું. ચાલે ત્યારે પણ ખડખડ એવો અવાજ થાય.
માટે પ્રભુએ આ અનશન તપ કરતાં મુનિને દુષ્કરકારક કહ્યું તપણા નિર્વા, આ તત્વાર્થના સૂત્રને સાર્થક કરતાં મુનિરાજ તપ તપી રહ્યા છે. માદાર પત્ર પ્રાપ્તિ માટે આહાર ત્યાગરૂપ તપ કરી રહ્યા છે. તેમ કરતાં માત્ર ખડખડ કરતાં હાડકાં જ છે. આવી સ્થિતિમાં રાત્રે ધર્મ જાગરિકા કરે છે. | ક્યારે આવશે એ ક્ષણ જ્યારે રાત્રે જાગૃત થઈ કાયા અને મનને ગેપની ઘર્મ અધ્યયનમાં ચરણકરણરૂપગને સ્વાધ્યાય કરીશ? કર્મરૂપી મહાપર્વતને ભેદવામાં સમર્થ વા જેવું નિરવદ્ય પ્રતિકમણ ઉપશાંત મનવાળો બની ક્યારે કરીશ? કૃતાર્થ થઈ સુંદર મનવાળે અને વૈરાગ્ય માર્ગમાં લાગેલો હું ધર્મ અધ્યયનમાં ક્યારે પ્રવર્તીશ? શરીર શોષવત ઘુસર જેવી નીચી દષ્ટિવાળો બની મિત્ર અને શત્રુ પ્રત્યે સમદષ્ટિ યુક્ત થઈ ગોચરી શુદ્ધિ જાળવતે ભિક્ષા માટે કયારે ફરીશ? ધર્મ સ્વાધ્યાય કરી રાગદ્વેષ રહિત બની સૂત્રાનુસાર