________________
૫૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ
હજારે જન્મ સુધી દુ:ખદાયક બને છે. જેમ જન્માંધ માનવી વસ્તુની રમ્યતા કે અરમ્યતાને વિચાર કરી શકતું નથી, તેમ મિથ્યાત્વથી અંધ બનેલા ચિત્તવાળે પણ તવ કે અતત્વ સંબંધિ કેઈ વિવેક ધરાવતું નથી.
વે વૃદ્ધિ જે કહ્યું તે તે તવ દષ્ટિએ સત્ય છે. કેમ કે તમે જ અતિચાર લો ત્યારે કંઇક આવા શબ્દો બેલે છે ને ?
બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર ગણપતિ ક્ષેત્રપાલ વગેરે દેવને દેહ દેહરાના પ્રભાવ દેખી તેમને આ લેક કે પરલેકને માટે પૂજ્યા-માન્યાં.”
તેમની પાસે ભૌતિક ફળ સંબંધિ માગણી કરવી, કુદેવને સુદેવની બુદ્ધિથી માનવા એટલે કે પોતે જ મનમાં આવા પ્રકારના મિથ્યાત્વની સેવના કરે.
હું આવા પ્રકારના દેવની પૂજા કરું તેવું વિચારે. બીજા કેઈ પાસે પૂજા કરાવું તેમ વિચારે અથવા આવા દેવની પૂજા કરનાર સારું કરે છે તેમ માની તેનું અનુમોદન કરવાનું મનથી વિચારે તે તેને મનથી કરણ-કરાવણ-અનુમોદન રૂપ મિથ્યાત્વ યુક્ત જાણુ.
एवं अणुतरूत्तं मिच्छं मनसा न चितइ करेमि
सयमेव नो करेउ अन्नेण कए न सुठुकयं આજ રીતે વચનથી કુદેવને માનવા-પૂજવા વિશે બેલે તે વચન રૂપ મિથ્યાત્વ લાગે અને કાયા વડે કુદેવની પૂજાદિક આચરણ કરે તે કાયારૂપ મિથ્યાત્વ સમજવું.
આ લેકને માટે પણ યક્ષ યક્ષીણી કે દેવ દેવીને માનવા તે અનુચિત છે. વળી દેવમાં પણ સુદેવપણાની બુદ્ધિ ન હોય અને આરાધના કરે તે મિથ્યાત્વની વૃદ્ધિ થાય.
આ લોકમાં મિથ્યાત્વની વૃદ્ધિ કે પુષ્ટીથી જીવ પરલેકમાં પણ બાધિ દુર્લભ બને છે.
પરમાત્મા મહાવીર મહારાજાના જીવે મરિચિના ભવમાં ત્રિદંડીપણું સ્વીકાર્યું ત્યારે તેને મન ત્રિદંડીપણામાં ધર્મબુદ્ધિ હતી જ નહીં, છતાં પંદર પંદર ભવ સુધી તે સંસ્કારો ચાલુ રહ્યા. જ્યારે જ્યારે મનુષ્યપણું પામ્યા ત્યારે ત્યારે ઘર છોડીને વિદડી બન્યા પણ સાધુપણું પાગ્યા નહીં અને એ રીતે સંખ્યાતા સાગરેપમ સુધી તેમને ત્રિદંડીપાણીના સંસ્કાર નડયા,