________________
૩૧૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
સમાધાન :- કાળ પચ્ચખાણમાં શરૂઆત તે પરિસીથી થાય છે. તેથી નાનું (વહેલું) પચ્ચક્ખાણું મુહૂર્ત પ્રમાણ જ ગણાય માટે નવકારશીની મુહૂર્ત પ્રમાણ ગણના કરી.
આવી નવકારશી કરનારે જીવ પૂર્વે કહ્યા મુજબ નારકીને જીવ ૧૦ ૦ વર્ષે અકામ નિર્જરાથી જેટલા કર્મો ખપાવે તેટલે એક નમુક્કાર સહિયંથી ખપાવે તે - જ - રી - તે –
પરિસી પ્રચકખાણથી ૧૦૦૦ વર્ષના કમ ખપે- સાઢ પરિસીથી ૧૦૦૦ ૦ વર્ષના. પુરિમરૂઢ કરે તે ૧ લાખ વર્ષના. – એકાસણું કરે તે દશ લાખ વર્ષના-નીવિ કરવાથી કેટી વર્ષના-આંબેલ કરવાથી ૧ હજાર કરોડ વર્ષના અને ઉપવાસ કરતા ૧૦ હજાર કરોડ વર્ષ નારકી ને જીવ અકામ નિર્જરા થકી જેટલા કર્મો ખપાવે તેટલા કર્મો ખપે.
આ પચ્ચકખાણને મહિમા શાસ્ત્રકારે દર્શાવેલ છે. માત્ર ચાર અભિગ્રહને ધારણ કરેલ વંકચૂલ એક વખત બહાર ગામ ગયેલ તે જાણી તેના કેઈ વૈરી રાજાના નાટક વાળાએ આવીને તેના રહેઠાણ પાસે નાટક શરૂ કર્યું.
વંકચૂલની બહેનને થયું કે જે વંકચૂલ આજ પલ્લીમાં નથી તેવી ખબર પડશે તે રાજા ગામને નાશ કરાવી દેશે, એટલે તેણે પોતે જ વંકચૂલને વેશ પહેરી નાટક જેવા બેસે છે. છેલે નાટકીયાને દાન આપી ઘેર પાછી ફરતાં પિતાના ભાઈનાં જ વસ્ત્રો પહેરેલી તે ભાભીની બાજુમાં સૂઈ જાય છે. - વંકચૂલ તે જ રીતે ઘેર આવ્યો. જે દશ્ય જોયુ તેનાથી ક્રોધ વડે ધમધમી ઉઠે. મારી સ્ત્રી પરપુરુષ સાથે. તલવાર ખેંચી લીધી, મારવા જાય ત્યાં ફરી ગુરુમહારાજે કરાવેલ પચ્ચકખાણુનું સ્મરણ થયું. “પ્રહાર કરતાં પહેલાં સાત ડગલા પાછળ હઠવું.” પાછળ હઠતાં તલવાર ભીંત સાથે અફળાઈને પુષ્પગુલાથી બેલાઈ ગયું. ખમ્મા મારા વીરને! વંકચૂલને આશ્ચર્ય થયું અરે આ શું? પુષ્પગુલાએ ખરી હકીક્ત જણાવી. ફરી વંકચૂલને આચાર્ય મહારાજ યાદ આવ્યા. નિયમને મહિમા કેટલો? ખરેખર જે આજે ગુરુ મહારાજનું દીધેલું પચ્ચકખાણ ન હોત તો કેવડો અનર્થ સર્જાત.
આપણે પણ દશ પ્રકારના પચ્ચકખાણ જયાં તેમાં અદ્ધા પચ્ચક