________________
વંદના પાપ નિકંદના
૨૧૭ .
ઉપજે કે તરત જ કુભી કરતા પણ મોટું શરીર થઈ જાય. હવે શરીર મોટું હોય અને કુંભી સાંકડી હોય ત્યારે જીવને કેટલી વેદના થયા?
ત્યાર પછી પરમાધામી દેવે શરીરના ટુકડા ટુકડા કરી ખેંચી કાઢ, પણ પારાના કણીયા જેવું શરીર ફરી ભેગું થઈ જાય. બીજા અનેક
કરડે વર્ષો સુધી ભેગવવાના તે નક્કી. આવી દશામાં રહેવું કેને પાલવે?
કૃષ્ણ મહારાજાને જ્યારે ભગવંતે કહ્યું કે વંદન કરતા તમે ચાર નારકને છેદી નાખી હવે માત્ર ત્રણ બાકી રહી ત્યારે કૃષ્ણ કહે છે કે હે ભગવન્! આપ કહે તે હું ફરી ફરી વાંદુ પણ આ નારકીમાં મારે જવું નથી. નેમિ કહે તમે ચિંતા ન કરશે તુમ પદવી આમ સરીખી
આવતી ચોવીસીમાં હોશે તિર્થંકર - હરિ કહે મન હરખી હે પ્રભુજી
નહી જાવું નરક નિગેહે પ્રભુ કહે એ ત્રીજી નારકી તે હવે તમારે ભોગવવી જ પડશે પણ તમે આવતી વીશીમાં તીર્થંકર થશે.
અહીં કૃષ્ણ મહારાજાએ વંદન કર્યું તે ભાવ કૃતિ કર્મ અને વીરક શાળવીએ વંદન કર્યું તે દ્રવ્ય કૃતિ કર્મ કહેવાય.
પ્રશ્ન :- સેન પ્રશ્ન- ઉલ્લાસ : ૩ પ્રશ્ન : ૧૧૩ પ્રશ્નકર્તા શુભ વિજય ગણી.
કૃષ્ણ મહારાજાએ ૧૮૦૦૦ સાધુને વંદન કઈ રીતે કર્યું ! તેટલે સમય કઈ રીતે પહોંચ્યો?
સમાધાન :- શ્રી કૃષ્ણજીએ ૧૦૦૦ વગેરે પરિવારવાળા શ્રી થાવરચા પુત્ર વગેરે અગ્રેસરેને દ્વાદશાવર્ત વંદને કર્યો. તેથી અનુયાયી પરિવારને પણ કર્યા ગણાય. ભાવથી ૧૮૦૦૦ને વાંદ્યા તેમ સમજીએ તે એટલો સમય પહોંચે.
આ રીતે વંદન કરતા છ સ્થાને સાચવવાના હોય છે. ગુરુવંદન ભાષ્ય ગાથા ૩૩ માં જણાવે