________________
૧૫૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ
તુંબડીનું શાક પણ તૈયાર થઈ ગયું. જેવું શાક ચાખ્યું કે કડવું લાગતા તરત જ થુંકી નાખ્યું. મનમાં થયું કે આટલું બધું સ્વાદિષ્ટ બનાવ્યું મસાલાથી ભરપુર. છતાં કડવું રહી ગયું. એટલે તત્કાલ તે તેણે શાકને બાજુમાં રાખી દીધું.
આ સમયે તે જ ગામમાં વિહાર કરતા ધર્મઘોષસૂરિજી પધાર્યા. તેના એક શિષ્ય નામે ધર્મરુચિ અણગાર, માસક્ષમણને પારણે વહરવા નીકળ્યા. એમદેવના ઘેર બધાંનું ભજન કાર્ય થઈ ગયેલું ત્યાં પહોંચ્યાં. નાગશ્રીને થયું કે ભિક્ષાર્થે પધારેલા આ મુનિરાજને જ બધું શાક વહરાવી દઉં- એમ વિચારી કડવી તુંબડીનું શાક તેણે ધર્મરુચિ અણ ગારને વહેરાવી દીધું.
ઉપાશ્રયે પહોંચતા ગુરુમહારાજને પાત્ર દેખાડયું. ગુરુ મહારાજ ગંધ પરથી પારખી ગયા કે આ ઝેરી શીક આવી ગયું. તરત ધર્મરુચિને જણાવે કે હે વત્સ! આ પદાર્થ જે તું ખાઈશ તે મૃત્યુ પામીશ માટે તેને નિર્દોષ ભૂમિમાં પરઠવી આવ.
મુનિ શ્રી ૯પડયા શુદ્ધ ભૂમિને શોધવા. બરાબર નિર્દોષ ભૂમિ શેાધી પરઠવવા જતાં પહેલાં શાકમાંથી એક બિંદુ ભૂમિ ઉપર પડી ગયું. અને તેની ગંધથી ખેંચાઈને કીડીએ આવી ગઈ. તત્કાલ કીડીનું મૃત્યુ થયું. મુનિને થયું કે આ શાકના બિંદુમાત્રથી અનેક કીડીઓ મરે છે તો તેને પરઠવતા કેટલા જીવ-જંતુઓનું મરણ થશે?
આ તે હતા ધ રુચિ અણગાર, તેનું નામ જ ધર્મરુચિ. ધર્મ પ્રત્યે જ જેની રૂચિ છે, ધર્મમાં જ જેની રુચિ છે, અરે! ધર્મ એજ રુચિ. બસ મનમાં વિચારી લીધું કે મારે પાપના આચરણથી મુક્ત થઈ મનવા સામાયિક ની પાલન કરવાની છે. હું પોતે જ આ શાક વાપરી લઉં તે માત્ર મારું જ મૃત્યુ થશે.
તુંબડાના શાકને સમીહિત પણે ભક્ષણ કરી સમાધિ પૂર્વક સમ્યફ આરાધના કરી મૃત્યુ પામી સર્વાર્થસિદ્ધ વિમાનમાં અહમિન્દ્ર થયા. સર્વ જીવોને આત્મવત્ સમજી અહિંસા ધર્મની સુંદર પરિ પાલના કરી. નવા નિષ્પાપ સામાયિકની આચરણ કરી. અનુત્તર વિમાનને પામ્યા.
fમ મતે સૂત્રપાઠ દ્વારા સાવદ્ય કેગના પચ્ચકખાણની પ્રતીજ્ઞા તે કરી પણ તે પ્રતીજ્ઞા નિવૃત્તિ ઘર્મરૂપ છે. પ્રવૃત્તિ ધર્મ રૂપ પ્રતીજ્ઞા
વાત બડાના શો
ય પામી સહસા ધર્મની
અવતાર