________________
sabada\2nd proof
૫૪ દુઃખ આશીર્વાદ છે, અભિશાપ નથી
આવે ત્યારે તેનાં કારણોનો વિચાર કરો.
દુ:ખ આપણા જીવનઘડતરની પ્રક્રિયા છે. બુટ્ટા ટાંકણાથી શિલ્પ ઘડાતું નથી. દુખી થયા વિના ઘડતર થતું નથી. દુ:ખના કાળમાં તમારી ભીતરી શક્તિઓ બહાર આવે છે. દુ:ખના સમયમાં મન વધુ સંવેદનશીલ હોય છે. દુઃખના સમયમાં માણસ ભગવાનની વધુ નજીક રહી શકે છે. આ અર્થમાં દુઃખ આશીર્વાદ છે. અભિશાપ નથી. દૃષ્ટિ બદલાઈ જાય તો દુઃખની વચ્ચે પણ પ્રસન્ન રહી શકાય છે.
સુખ અને દુ:ખ સિક્કાની બે બાજુ જેવા છે. બંનેને તદ્દન જુદા પાડી શકાય નહીં. તમે જ્યારે સુખ પસંદ કરો છો ત્યારે બીજી બાજુ દુ:ખ પણ આવે જ છે. તેમને સુખની ઝંખના હોય તો તમે દુ:ખને ટાળી શકો નહીં. આ વાસ્તવિકતા છે. જો તમે દુઃખનો તિરસ્કાર કરશો તો સુખ પણ જતું રહેશે.
માણસ દુ:ખ નથી ઇચ્છતો. દુ:ખ આવે તો પહેલા દુઃખથી ડરતો રહે છે. એ લડાઈમાં હારી જાય ત્યારે રડતો રહે છે. દુઃખ જીવનની એક અવસ્થા છે. તમારા ટાળવાથી દુ:ખ ક્યારેય ટળવાના નથી. પરિસ્થિતિનું દુઃખ ટળી શકે પણ મનઃસ્થિતિનું દુઃખ ન ટળી શકે. સાચું દુઃખ ‘દુ:ખ'નું નથી પરિસ્થિતિને કારણે સરજાતી મનઃસ્થિતિનું છે. પરિસ્થિતિનું દુઃખ કાંટા જેવું છે. કાંટો સામે ચાલીને નથી લાગતો. તમે ખોટી રીતે ખોટી જગ્યાએ પગ મૂકો છો તો જ વાગે છે. પરિસ્થિતિનું તમે ખોટું અર્થઘટન કરો છો તો માનસિક દુઃખ થાય છે. માનસિક દુ:ખ પરિસ્થિતિ બદલવા પ્રેરે છે. તે માટે સંઘર્ષ થાય છે.
દુ:ખથી બચવા દુ:ખથી ભાગો નહીં, પણ જાગો. પરિસ્થિતિને સહજતાથી સ્વીકારી લેવાની તૈયારી હોય તો કોઈ દુ:ખ, દુઃખ રહેતું નથી. દુ:ખનો દ્વેષ કરવાથી વેદના વધે છે. સ્વીકાર કરવાથી વેદના ઘટે છે. તમારા ૧૦૦ દુ:ખોમાંથી ૯૯ દુઃખનું કારણ તમે પોતે જ છો. દુ:ખ
- ૫૭ -
- ૫૮ -