________________
૫૫
ઉગતી પ્રજાના ઘડવૈયાઓને
બાળપણ નિર્દોષતા અને સરળતાની ઉંમર છે. આજના સંતાનો અને મા-બાપો વચ્ચે જનરેશન ગેપ ઉપરાંત સાઈકોલોજીક ગેપનું નિર્માણ થયું છે. તેનાં ત્રણ કારણો છે.
(૧) વર્તમાન શિક્ષણપ્રણાલી.
(૨) ટેલિકમ્યુનિકેશન્સ.
(૩) આધુનિક વાતાવરણ.
માતા-પિતા પોતાના સંતાનને સારું શિક્ષણ આપવા ઇચ્છે છે. પણ આજનું શિક્ષણ માહિતીલક્ષી છે, જીવનલક્ષી નથી. અર્થલક્ષી છે. ધર્મલક્ષી નથી. આજનું શિક્ષણ લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓને મનીમેકિંગ મશીન બનાવીને બહાર પાડે છે. પણ સંસ્કારનાં નામે મીંડુ હોય છે. શિક્ષણમાં માતૃભાષા સિવાયની બીજી ભાષાઓને પ્રાધાન્ય અપાય છે. તેની ઘણી વિપરીત અસર પડે છે. ભાષાઓનો ક્રમ આ મુજબ હોવો જોઈએ. માતૃભાષા, સ્વધર્મભાષા, પ્રદેશ ભાષા, રાષ્ટ્રભાષા અને છેલ્લે વિશ્વભાષા. આજે આ ક્રમ ઊલટાઈ ગયો છે. અંગ્રેજી સૌથી પહેલી શીખવાય છે. ભાષા તરીકે કોઈપણ ભાષા સારી કે ખરાબ હોતી નથી. પણ અંગ્રેજી સાથે અંગ્રેજીયત શીખવાને મહત્વ અપાય છે, તે આ ભૂમિ માટે કેટલું યોગ્ય છે ? મા-બાપોએ પોતાનાં સંતાનોનાં જીવનમાં શિક્ષણ કરતા સંસ્કારોને વધુ મહત્વ આપવું જોઈએ. જે શિક્ષણ સંસ્કરણવિરોધી હોય તેનું બ્રેઇનવોશીંગ કરવાની જાગૃતિ દાખવવી જોઈએ.
-
-૫૯ -
sabada\2nd proof
આજનો બાળ આવતીકાલનો રખેવાળ છે. આવતીકાલનો રખેવાળ આજે દિગ્માન્ત છે. આજની બાળપેઢીને માતા-પિતા તરફથી અપેક્ષિત વાત્સલ્ય, સદ્ભાવ અને સંસ્કાર પ્રાપ્ત થતા નથી. પરિણામે આખી પેઢી ટેલિવિઝન જેવા માધ્યમોમાં બંધાઈ ગઈ છે. જે વ્યક્તિઓના જીવનમાં ચારિત્ર જેવું કંઈ નથી, જેઓ પૈસા ખાતર પોતાના રૂપને વેચી રહ્યા છે, તેવા ફિલ્મસ્ટાર્સ આજની પેઢીના આદર્શ બની ગયા છે. જેમને ઘરના દરવાજે ઊભા ન રાખી શકાય તેવા માણસો ટી.વી.ના માધ્યમથી ઘરમાં ૨૪ કલાક માટે ઘૂસી ગયા છે. મા-બાપ જો ધ્યાન ન રાખે તો સંતાનો સંસ્કારહીન બની જાય છે. મા-બાપોએ સંતાનોને શું જોવું શું ન જોવું તે શીખવવું જોઈએ. મા-બાપ જો ટી.વી. જોવાનું બંધ કરી દે તો સંતાનો આ પાપથી આસાનીથી બચી શકે છે. અમેરિકામાં શિશુપેઢી અગ્રેસીવ બની ગઈ છે. બાળગુનાખોરીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ત્યાંના પ્રમુખ માટે ચિંતાનો વિષય છે. બાળપેઢીને ગુનાખોરીથી વાળવા પ્રમુખની સંશોધક ટીમે પ્રસ્તાવ રજૂ કર્યો છે—મા-બાપને જગવવાનો. મા-બાપ સંતાનોને ટી.વી.થી દૂર રાખે. રાત્રે દસ વાગ્યા પછી ટી.વી. પર ગર્વમેન્ટ રીલીઝ કરે છે, ‘હવેના કાર્યક્રમો તમારા સંતાનો માટે નથી.' ભારતના મા-બાપો ચેતશે ?
મા-બાપ અને સંતાન વચ્ચેનો સંબંધ દુનિયાનો પવિત્રતમ સંબંધ છે. દરેકના બાળકનાં મનમાં મા-બાપની છબી ભગવાન કરતાં પણ પવિત્ર હોય છે. મા-બાપ જેને ભગવાન તરીકે ઓળખાવે તે જ બાળક માટે ભગવાન હોય છે. આ પવિત્ર સંબંધમાં મા-બાપનાં મનમાં રહેલા સ્વાર્થને કારણે કે અણસમજને કારણે તિરાડ પડે છે. મા-બાપ બનવું બહુ મોટી જવાબદારી છે. આ જવાબદારી મા-બાપ ભૂલી જાય તો એક જીવનનું સત્યનાશ વળી જાય છે. ફર્નીચર બગડે કે ઘર તૂટે તો નવું બની
-૬૦