________________
પરિચય -
આચાર્ય રજનીશજીને સુરેશભાઈ ભાયાણીએ કહ્યું કે “મને સમાધિનો અનુભવ નથી થતો, તમે મને સમાધિમાં લઈ જાઓ.’’
આચાર્ય રજનીશજી સાધકોને હિપ્નોટિઝમ દ્વારા સંમોહિત કરીને સાધનામાં લઈ જાય છે તેવું સુરેશભાઈએ સાંભળ્યું ત્યારે એમને થયું કે આપણે પણ ત્યાં જવું અને સાધનાપથ ઉપર આગળ વધવું.
ભારતભરમાં એ સમયે વૈચારિક ક્રાંતિમાં આચાર્ય રજનીશજી છવાઈ ગયેલા. એમનો મુખ્ય આશ્રમ પૂનામાં અને સુરેશભાઈ હરિદાસ ભાયાણી પૂના એર હોમ નામની રેડિયોની દુકાન ચલાવે. એ પોતે ઍન્જિનિયર હતા. ટેલિવિઝન હજુ દેશમાં પા પા પગલી ભરતું હતું, એ જમાનામાં તેમણે કલર ટી.વી.નો કોર્સ કરેલો. મગજ ટૅકનિકલ, પણ અંદરની જિજ્ઞાસા એવી કે જંપીને બેસવા ન દે. ધંધો ચલાવતાં ચલાવતાં સમાજસેવા કરે. કોઈને ત્યાં લગ્ન હોય તો પહોંચી જાય. કોઈનું મૃત્યુ થાય ત્યાં અગ્નિસંસ્કારના કાર્યક્રમમાં હાજર રહે. સામાજિક સેવા કરે, પણ અંદરનું જગત શાંત થાય નહીં. એટલે તેઓ રજનીશજીના આશ્રમમાં જવા લાગ્યા. આચાર્ય રજનીશજીનાં પ્રવચનો સાંભળે એ પછી રજનીશજી બધાને સમાધિમાં લઈ જવા માટેની પ્રક્રિયા કરે, તેમાં જોડાય. સામૂહિક નૃત્ય, સમૂહ હાસ્ય. એ બધું ચાલે.
sabada\2nd proof
કોઈ રડે...કોઈ ખડખડાટ હસે...કોઈ કપડાં ફાડી નાખે...કોઈ બેહોશ બની જાય. રજનીશજી એને ખાલી થવાની પ્રક્રિયા કહે છે. પણ આવો અનુભવ સુરેશભાઈને થાય નહીં. જેને સહજ સમાધિ ના ચડે તેને રજનીશજી દ્વારા હિપ્નોટીઝમ કરીને સમાધિ લઈ જવામાં આવે છે, તેવી વાતો પૂનામાં ચર્ચાય, એટલે તેમણે પણ આવો સવાલ રજનીશને કર્યો.
સામાન્ય લોકો જેને સંમોહન કે હિપ્નોટીઝમ કહે છે, તે જ પ્રક્રિયાને રજનીશજી ‘શક્તિપાત’ તરીકે ઓળખાવતા હતા. જાણીતી ઝેન કથા છે તે મુજબ જ્યાં સુધી અંદર ભરેલું હોય ત્યાં સુધી બીજું ભરાય નહીં. ‘અંદર બાહ્ય જગતના ખ્યાલો છે, એને ખાલી કરો' એવું કંઈક રજનીશજીને કહ્યું હશે. પણ તેમણે શક્તિપાત દ્વારા સુરેશભાઈને એ અનુભૂતિ ના કરાવી જે તેઓ ઝંખતા હતા.
એ સમયે જૈનધર્મના આચાર્ય ભગવંતોમાં અગ્રસ્થાન ધરાવતા આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ વિહાર કરતા પૂના પધારી રહ્યા હતા. પૂના પાસેના ગામમાં એક જૈન દહેરાસરની પ્રતિષ્ઠાનો પ્રસંગ હતો. ત્યાં કાયકાદીય ગૂંચ ઊભી થયેલી, તેને કારણે કોર્ટ સુધી પ્રશ્ન ઘસડી જવાય એવા સંજોગો ઊભા થયા, ત્યારે સુરેશભાઈને બોલાવવામાં આવ્યા. સુરેશભાઈ ઍન્જિનિયર હોવા છતાં કાયદાકીય બાબતોના નિષ્ણાત હતા. આચાર્ય મહારાજ સાહેબ શાસ્ત્રીય કારણસર પ્રતિષ્ઠા કરવા રાજી ન હતા. મહારાજ સાહેબ સાથે તેમણે ચર્ચા કરી. ત્યારે મહારાજ