________________
sabada 2nd proof
પ્રાશકીય -
ધારદાર વિચારમુદ્રા •
| વિ. સં. ૨૦૬૧ના ડીસા (નેમનાથનગર) વર્ષાવાસ દરમ્યાન પૂજય મુનિપ્રવર શ્રીવૈરાગ્યરતિવિજયજી મ.એ લલિતવિસ્તરા શાસના આધારે પ્રવચનો આપ્યા હતા.
અનેક અજૈન મહાનુભાવોએ પણ આ પ્રવચનોનું રસપાન કરીને ધન્યતા અનુભવી હતી.
‘દિવ્યભાસ્કર' દૈનિકની બનાસકાંઠા આવૃત્તિમાં એ પ્રવચનોના આંશિક અવતરણો પ્રગટ થયાં. પ્રસ્તુત પુસ્તિકા એ અવતરણોનો સંગ્રહ છે.
દિવ્યભાસ્કરના તત્કાલીન સ્થાનિક પ્રતિનિધિ શ્રી તપન જયસ્વાલ આ અવતરણો પ્રકાશિત કરવામાં નિમિત્ત બન્યા છે. તેમનો આભાર.
શ્રી કનુભાઈ આચાર્યના પણ અમે આભારી છીએ. તેમણે લખેલ “રઘુવંશી અલખના આરાધકો' પુસ્તકમાંથી પૂજય મહારાજ સાહેબોનો પરિચય ઉદ્ધત કરવામાં આવ્યો છે.
વ્યાખ્યાન અને વાચના દ્વારા મનનું પરિવર્તન કરનારા શબ્દો વાંચન બનીને ચિરંજીવ અસર નીપજાવતાં હોય છે. સૂત્રો આપણને અર્થનો બોધ આપે છે. અર્થ આપણને પ્રભુશાસનનાં અંતરંગ રહસ્ય સુધી લઈ જાય છે. પ્રવચનકાર સૂત્રો દ્વારા રહસ્ય સુધી લઈ જાય છે. એક જ સૂત્રનાં અગણિત રહસ્યોનું પ્રકાશન કરે તે પ્રવચન કહેવાય. મારા વડીલબન્યુ પૂજ્ય મુનિરાજ શ્રીવૈરાગ્યરતિવિજયજી મ.નાં પ્રવચનોનું આ અવતરણ છે.
+ વિષયનો સંપૂર્ણ અભ્યાસ + વિવિધલક્ષી વાંચનનો વિનિયોગ, + સ્પષ્ટ અને સ્વસ્થ રજૂઆત,
તેમનાં વ્યાખ્યાનોને જીવંત બનાવી રાખે છે. શ્રોતાઓની સંખ્યા અને શ્રદ્ધા વધતી જ રહે છે. વ્યાખ્યાનના મુખ્ય મુદ્દાઓનું પ્રકાશન દિવ્યભાસ્કરની સ્થાનિક આવૃત્તિમાં રોજેરોજ થતું. જૈનોમાં અને હિંદુઓમાં એનું રસપૂર્વક વાંચન થતું. અલબત્ત, આ પ્રવચનોનું અવતરણ છે તેથી વિશેષ પ્રવચનોનું સાર-સંગ્રહણ છે. આત્માને પરેશાન કરનારી અનેક સમસ્યાઓનો ઉકેલ આ શબ્દોમાંથી જડે છે.
એક તત્ત્વચિંતનશીલ સાધુપુરુષની ધારદાર વિચારમુદ્રા અહીં સાંપડે છે. પાને પાને મહોરતી આ સુવાસ, જીવનની ક્ષણે ક્ષણે મહોરશે તે દિવસનો સૂરજ સોનાનો હશે. બળેવ | વિ.સં. ૨૦૬૨
- પ્રશમરતિવિજય જુહૂ - મુંબઈ
- પ્રવચન પ્રકાશન