________________
sabada 2nd proof
33
૩૪
સત્ય તરફ ધ્યાન દોરે તે સગુરુ
સર, આત્મા અને પરમાત્મા વચ્ચેનો સેતુ છે
સાધનાના ક્ષેત્રમાં પરમાત્મા પછી સહુથી મહત્ત્વના “ગુરુ” છે. પામર આત્માને પરમ આત્મા બનાવનાર ગુરુ પારસમણિ છે. સદ્દગુરુની પ્રાપ્તિ થવી અતિ દુર્લભ છે. તેમનું શિષ્યત્વ મળવું અત્યંત દુર્લભ છે. સાચા ગુરુ કયારેય શિષ્યનો મોહ નથી ધરાવતા. તેઓ શિષ્યોની કઠોર પરીક્ષા કરે છે. આપણો પરમાત્મા આપણી ભીતરમાં છુપાયો છે. કાયા અને માયા હેઠળ ખોવાઈ ગયો છે. દોષોના ડુંગર નીચે દબાઈ ગયો છે. આપણા દોષો અને દુર્ગુણો આપણે જોઈ શકતા નથી. આખી દુનિયા જોઈ શકનારી આંખ પોતાને જોઈ શકતી નથી. આપણે આપણા દોષો પ્રત્યે સહજ થઈ શકતા નથી. લોહીમાં ભળેલા કૅન્સરના વિષાણુની જેમ આતમા પર દોષો છવાયેલા છે. ડૉક્ટર જેમ રોગને ઓળખી શકે છે. તેમ ગુરુ દોષોને ઓળખી શકે છે. સદગુરુ, આપણા દોષોને ઓળખી તે દોષોને દૂર કરવાનો ઉપાય બતાવે છે અને આપણને પરમાત્મા સુધી પહોંચાડવાની જવાબદારી સ્વીકારે છે. દુનિયામાં ગુરુ ઘણા છે પણ સદ્ગુરુ કો'ક જ છે. સદ્ગુરુ સાથે વ્યાવહારિક સંબંધ ન હોય પણ આત્મિક સંબંધ હોય. સદ્ગુરુને ઓળખવા માટે પણ આંતરિક જિજ્ઞાસાની આંખ જોઈએ. સદ્દગુરુ આપણા સાંસારિક ભાવોને ખતમ કરી શકે છે. વાલિયા લૂંટારામાંથી વાલ્મિકીનું સર્જન સદગુરુની કરુણાથી થાય છે. પરમાત્મા પ્રત્યેનો ઉત્કટ પ્રેમ સદ્ગુરુની પ્રાપ્તિ કરાવે છે. પરમાત્મા સત્ય દ્વારા મળે છે. તો સત્ય સદ્ગુરુ પાસેથી મળે છે. આપણી સચ્ચાઈ પ્રત્યે આપણું ધ્યાન દોરે તે આપણા સદ્ગુરુ.
સાધનાનાં ક્ષેત્રમાં સફળ થવા માટે પાત્રતા સાથે સદ્દગુરુની પ્રાપ્તિ અનિવાર્ય છે. મૂરતિ બનાવવા પથ્થર ટાંકણા ખમી શકે તેવો નરમ હોય એ જરૂરી છે, એટલું જ જરૂરી છે કે એ પથ્થર શિલ્પીના હાથમાં હોય. કેવળ આત્મબળના આધારે આરાધના થતી નથી. તે માટે માર્ગદર્શક ગુરુ જોઈએ. વ્યવહારનાં ક્ષેત્રમાં માર્ગદર્શકો, શિક્ષકો મેળવવા સુલભ છે. પણ અધ્યાત્મક્ષેત્રમાં ગુરુ મળવા દુર્લભ છે. સંસારી જીવોને આત્મજ્ઞા ગુરુની જરૂર લાગતી નથી, અને આત્મજ્ઞ ગુરુને સંસારની પડી હોતી નથી. ગુરુ તે જે આપણને ઓળખે, અને પરમાત્માને ઓળખે. આપણા દોષો બતાવે, તેને દૂર કરવાનો રસ્તો બતાવે. આપણા આત્માને પવિત્ર બનાવી પરમાત્મા સુધી આંગળી પકડીને લઈ જાય. ગુરુ, તત્ત્વ કહે અને સત્ત્વ પ્રગટાવે. જ્યાં સુધી શિષ્યભાવ કેળવાય નહીં, ત્યાં સુધી ગુરુ કંઈ જ કરી શકે નહીં. ગુરુ કરતાં ગુરુનું સમર્પણ વધારે ચઢિયાતું છે. ગુરુની કૃપા મળે તો પરમાત્મપદ પ્રાપ્ત કરી લેવું સહેલું છે. સાહેબો પૈસાથી, પ્રશંસાથી કે પદાર્થથી રીઝે, ગુરુ કેવળ સમર્પણથી રીઝે છે. પ્રસન્નતાની ગુરુચાવી કેવળ ગુરુ પાસે હોય છે. ગુરુનો એક હાથ પરમાત્માનો ચરણસ્પર્શ કરે છે, અને બીજો હાથ શિષ્યનાં મસ્તક પર આશીર્વાદ વરસાવે છે. આત્મા અને પરમાત્માનો સેતુ તે સદ્ગુરુ.
- ૩૩ -
- ૩૪ -