________________
sabada\2nd proof
૩૫ શાસ્ત્ર એક શબ્દના અનંત અર્થ બતાવે
ગુરુ જીવંત અર્થ બતાવે
જે શિષ્ય બને તેની માટે પરમાત્મા દૂર નથી
સદ્દગુરુઓ પરમાત્માના પ્રતિનિધિ છે. સંસારમાં રહીને કર્મોના કીચડ વચ્ચે ફસાયેલા માનવોને પવિત્ર બનાવવાનું ઉમદા કાર્ય કરે છે. સદ્દગુરુ મળવા સહેલા નથી. મળી જાય તો ઓળખવા સહેલા નથી. સદ્ગુરુ દ્વારા સ્વીકૃતિ મળે એ ક્ષણ ભવોભવમાં મળતી સર્વોત્તમ ક્ષણ છે. શાસ્ત્રો પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ છે. સંગુરુ એ માર્ગના ભોમિયા છે. શાસ્ત્રો અર્થઘટન દ્વારા પરમાત્મા સુધી પહોંચાડે, સદ્ગુરુ જીવન દ્વારા પરમાત્મા સુધી પહોંચાડે. શાસ્ત્રો અનંત અર્થ બતાવે, સદ્દગુરુ જીવંત અર્થ બતાવે છે. પુસ્તકમાં લખાયેલા શબ્દોને ગુરુ જીવતા કરે છે. સદૂગુરુના દિલમાં માનવમાત્રનું હિત વસેલું હોય છે. સારા ડૉક્ટર જીભને ભાવે તે ખાવાની સલાહ ન આપે, શરીરને હિત કરે તે જ ખાવાની સલાહ આપે. સદગુરુ આપણને ગમે તે કરવાનું ન કહે. આપણું હિત જેમાં હોય તે કરવાનું કહે. ગુરુ પોતે કડવા થઈને બીજાને મીઠાં બનાવે. ગુરુ આપણાં મનના તમામ ભાવોનું તટસ્થતાથી મૂલ્યાંકન કરી શકે છે. લાખોમાં એક સંત આપણા ગુરુ બની શકે છે. ગુરુના શિષ્ય બનતા પહેલા સેવક બનવું પડે છે અને ભાવક બનવું પડે છે. સેવા શરીરથી થાય. અને ભાવના મનથી થાય. મન-તન-ધન અને જીવનનું સમર્પણ કરવાની તૈયારી જાગે ત્યારે શિષ્યત્વ પ્રગટ થાય છે. સાકર જેમ પાણીમાં ઓગળે તેમ પોતાનું સમગ્ર અસ્તિત્વ ગુરુમાં ઓત-પ્રોત કરે તે સાચો શિષ્ય બને છે.
સાધનાનાં ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરવા શિષ્યભાવ પ્રાપ્ત કરવો જરૂરી છે. પરમાત્મા સામે કેવળ ભક્ત બનીને જઈ શકાય. તો ગુરુ સમક્ષ કેવળ શિષ્ય બનીને જઈ શકાય. જયાં સુધી શિષ્યભાવ પ્રગટતો નથી ત્યાં સુધી ગમે તેવા સમર્થ ગુરુ તારી શકતા નથી. શિષ્ય બનવું એટલે પહેલા અહમૂનું પછી સ્વયમૂનું વિસર્જન કરવું. શિષ્યભાવ કેળવ્યા વિના ગુરુ ફળે નહીં. અને ગુરુતા મળે નહીં. અંગ્રેજીમાં કહેવત છે આજ્ઞાકર્તા બનવાનો એક જ ઉપાય છે આજ્ઞાંકિત બનો.’ જીવનમાં એક ગુરુ એવા હોવા જોઈએ જેમની સમક્ષ જીવનની ડાયરીનાં તમામ પાનાં ખુલ્લાં હોય, મા-બાપ-પત્ની કે ભાગીદાર ન જાણે તેવી તમામ ગુપ્ત હકીકતો ગુરુ સમક્ષ વ્યક્ત કરવી જોઈએ. તેમને આત્માના દોષોને દૂર કરવાની જવાબદારી સોંપી દેવી જોઈએ. આપણી જાત વિશે આપણા ગુરુ વિચારે તે જ સત્ય છે આ વાતની પ્રતીતિ શિષ્યભાવની અભિવ્યક્તિ છે. ગુરુ મળવા દુર્લભ છે, તો શિષ્ય થવું અતિ દુર્લભ છે. અભિમાનનો નાનકડો અંશ પણ જીવતો હોય તો શિષ્ય બની શકાય નહીં. ગુરુ પાસે એક જ કળા છે. શિષ્ય કેવી રીતે બનવું ? જે શિષ્ય બને છે તેને માટે પરમાત્મા દૂર નથી. શિષ્ય બનવા સર્વસ્વનું સમર્પણ જોઈએ. સમર્પિત થવાની તૈયારી હોય તો ગુરુની પ્રત્યક્ષ હાજરી વિના પણ સિદ્ધ બની શકાય. એકલવ્ય સમર્પણના સહારે અર્જુનથી વિશેષ બની શક્યો. ગુરુ વિના તરી શકાય. ગુરુનાં સમર્પણ વિના ન કરી શકાય.
- ૩૫ -