________________
sabada 2nd proof
૧૩
૧૪ વિચાર પરિવર્તનનાં ત્રણ ત્રો
આસક્તિ જ આપણી તમામ સમસ્યાઓનું મૂળ છે
આસક્તિ આપણી તમામ સમસ્યાઓનું મૂળ છે. માણસને દુ:ખી કરનાર વ્યક્તિ એ જ હોય છે, જેને તે પ્રેમ કરે છે. પાડોશીનો દીકરો નાપાસ થાય તો દુ:ખ નથી થતું પરંતુ આપણો દીકરો નાપાસ થાય તો દુ:ખ થાય છે.
દુ:ખનું કારણ નાપાસ થવાની ઘટના નથી પણ દીકરા પરની આસક્તિ છે. જેની પર આસક્તિ તેના તરફથી દુ:ખે મળવાની સંભાવના વધુ. જેટલી આસક્તિ વધુ એટલી દુ:ખની પીડા પણ વધુ. આસક્તિ અપેક્ષા પેદા કરે છે. અપેક્ષા ઇરછા જન્માવે છે. ઇચ્છા પદાર્થની ઝંખના છે. ઇચ્છાની આગ પદાર્થો વિના શાંત થતી નથી.
પદાર્થોથી મળતા સુખને ત્રણ કલંક લાગેલા છે. (૧) તે સ્વચ્છ નથી. (૨) તે સ્વાધીન નથી.
(૩) તે શાશ્વત નથી. દૂધપાકના સ્વાદની સાથે ઝાડા થવાનું દુઃખ લખાયેલું છે. તેને માટે અનેક સંયોગોની પરાધીનતા છે, અને એ સુખની અનુભૂતિ ક્ષણજીવી છે.
પદાર્થ દ્વારા મળતું સુખ સંઘર્ષ કરાવે છે. અને સંક્લેશ તેનું અંતિમ પરિણામ છે.
આપણે જાણીએ છીએ કે ક્રોધ કરવા જેવો નથી, છતાં થઈ જાય છે. દોષો સેવવા જેવા નથી, છતાં સેવાઈ જાય છે. તેનું કારણ એ છે કે આપણે આપણા વિચારોને સ્થિરતા આપી શકતા નથી. સારા વિચારો વિશે માહિતી હોવા છતાં એ વિચારો ભુલાઈ જાય છે. ભગવાને એક સરસ શબ્દ આપ્યો છે–ઉપયોગ. ઉપયોગ એટલે વિચારો પ્રત્યેની જાગૃતિ. આવેશ કે આવેગ ન હોય ત્યારે જ ઉપયોગ રહી શકે છે. જે વિચારો સ્થિર છે, મક્કમ છે, એ વિચારો જાગૃત રહે છે. તે જ દોષોથી બચાવી શકે છે. આપણા વિચારો પર ત્રણ તત્ત્વોની ઘેરી અસર છે. આસક્તિ, અભ્યાસ અને આદર્શ. જેનું આકર્ષણ હોય તેના જ વિચારો આવે છે. જે વાતાવરણ વારંવાર આપણી સમક્ષ આવ્યા કરે તે તરફ વિચારો વહે છે. ટી.વી. પર પેપ્સીની એક બૉટલ પ00 વાર જોવાથી મન પેપ્સીનો વિચાર કરવા લાગે છે. આ છે અભ્યાસ. આપણાં મનમાં બંધાયેલા આદર્શો વિચારોને દિશા આપે છે. આસક્તિ, અભ્યાસ અને આદર્શને બદલી શકીએ, તો આપણે વિચારોને પણ બદલી શકાય છે. તુલસીદાસ, ભર્તુહરિ જેવા સાધકોએ આસક્તિની દિશા બદલી તો જીવન પણ બદલાઈ ગયું. સીતાએ રામચંદ્રજીને આદર્શ તરીકે સ્વીકાર્યા તો રાવણની ચોકી વચ્ચે પણ પવિત્ર રહી શક્યા. આપણે અભ્યાસ દ્વારા વિચાર-પરિવર્તન કરી શકીએ છીએ. અભ્યાસ એકાગ્રતા લાવે છે. પાંચ મિનિટ માટે એકાગ્ર બનીને પ્રાર્થના કરવાના નિયમ ડાકુ નામદેવને સંત નામદેવમાં ફેરવી નાખ્યા.
ક ૧૩
- ૧૪ -