________________
sabada 2nd proof
૧૫
૧૬ પરમાત્મા જીવનને પ્રસન્ન બનાવે છે
પવિત્ર મન પરમાત્માનાં અસ્તિત્ત્વનું પ્રમાણપત્ર છે
જીવનમાં બે કેન્દ્ર છે. શક્તિનું કેન્દ્ર અને ભક્તિનું કેન્દ્ર. જગત શક્તિનાં કેન્દ્ર પર વિશ્વાસ કરે છે. પરમાત્મા ભક્તિનાં કેન્દ્ર પર છે. પરમાત્મા શ્રી મહાવીરદેવ પર કોઈ ફાલતુ માણસ ગુસ્સો કરે તો પરમાત્મા ક્રોધની શક્તિ નથી વાપરતા. એ કરુણા કરે છે. આપણે જ્યાં શક્તિનો પ્રયોગ કરીએ છીએ ત્યાં પરમાત્મા ભક્તિનો પ્રયોગ કરે છે. આપણાં મન ઉપર દુષ્ટ શક્તિઓનો કબજો છે. શક્તિઓનો દુશ્મભાવ આપણાં જીવન પર પડે છે તેથી જ દોમદોમ સાહેબી વચ્ચે આપણે સુખી નથી. શક્તિ આક્રમણમાં માને છે. ભક્તિ સંક્રમણમાં માને છે. જ્યાં સુધી શક્તિ પર વિશ્વાસ છે, ત્યાં સુધી ભક્તિ પ્રગટતી નથી.
ભક્તિ, ભગવાન બનવાનું પહેલું પગથિયું છે. ભક્તિમાં પ્રસન્નતાનાં પુષ્પો ખીલવવાની તાકાત છે. આપણી ભક્તિને ત્રણ દૂષણો લાગેલા છે. આશંકા, આકાંક્ષા અને અધૃતિ, જ્યાં સુધી અંતરાત્મા પરમાત્માનું અસ્તિત્વ સ્વીકારતો નથી. ત્યાં સુધી ભક્તિ સફળ થતી નથી. પવિત્ર મન પરમાત્માનાં અસ્તિત્વનું પ્રમાણપત્ર છે. પરમાત્માનો પ્રભાવ અનંત છે. તે કરતાં પણ પરમાત્માનો સ્વભાવ અનંત છે. તમામ દોષોથી મુક્તિ પ્રભુનો સ્વભાવ છે. જેણે પરમાત્માનો સ્વભાવ જોયો છે તેને બીજું માંગવાનું મન જ થતું નથી ચા-દૂધ-પાણી-સાકર-મસાલો મેળવીને ચા બનાવી દઈએ, એ રીતે પરમાત્મા મળતા નથી. પરમાત્મા ધીરજથી મળે છે. અનંત શ્રદ્ધા, અનંત પ્રાર્થના અને અનંત પ્રતીક્ષા પરમાત્માને પામવાના માર્ગ છે.
જીવનને પ્રસન્નતા બક્ષવાનું કામ કેવળ પરમાત્મા કરે છે. પદાર્થમાં પ્રસન્નતા આપવાની તાકાત નથી.
પદાર્થની આસક્તિ સંક્લેશ આપે છે. જ્યાં સંક્લેશ છે ત્યાં સંઘર્ષ છે. જ્યાં સંઘર્ષ છે ત્યાં આવેલ છે. જ્યાં આવેલ છે ત્યાં દુ:ખ છે. આપણાં દુ:ખનું મૂળ કારણ પદાર્થની આસક્તિ છે. પાત્રતા, આપણી દેષ્ટિને પદાર્થ પરથી ખસેડી પરમાત્મા ઉપર સ્થિર કરે છે.
બીજમાં જેમ ફળ બનવાની સંભાવના છે તેમ મનુષ્યમાં પરમાત્મા બનવાની સંભાવના છે. આ સંભાવનાનું નામ જ પાત્રતા છે. આજનો માનવ પદાર્થોની પ્રાપ્તિ પાછળ પાગલ બન્યો છે અને પ્રાપ્ત થયેલા પદાર્થોની આસક્તિમાં ગળાડૂબ બન્યો છે. તેની નજર પાત્રતા તરફ નથી તેથી તેનાં જીવનમાં પ્રસન્નતા આવતી નથી,
આપણી ભીતરમાં પડેલી પાત્રતાને ખીલવવાના બે ઉપાયો છે. એક, બીજાના ગુણોની ખુલ્લા મોઢે પ્રશંસા કરો. બે, તમારા દોષોનો દોષ તરીકે સ્વીકાર કરો. આ બે ગુણ પ્રસન્નતાનું પ્રવેશદ્વાર છે. રામચંદ્રજી મહાનુ હતા કેમ કે રાવણ દુશ્મન હોવા છતાં તેનાં વખાણ કરતાં. વાલીયો લૂંટારો હોવા છતાં મહાનું બની શક્યો કેમકે પોતાના દોષોને જોઈ શક્યો.
- ૧૫ -