________________
દરિયાનાં પાણીમાં રહીને કંટાળી ગયેલી લક્ષ્મીએ આનંદ મેળવવા માટે આ નગરમાં રહેઠાણ પસંદ કર્યું : નદીના રસ્તે તે આ નગરમાં આવી અને ઘે૨ ઘે૨ પગલાં કરીને ખૂબ નાચી. ૪૩.
આ નગરે દેવલોકને જીતી લીધું છે કેમ કે આ નગરની સૃષ્ટિમાં સુખ અને સૌહાર્દ સાથે સાથે રહે છે, બુદ્ધિમાનોની પ્રતિભા બળ અને બોધ દ્વારા સમૃદ્ધ છે, તેજ અને દાન દ્વારા આ નગરમાં દિવ્યતાનું અવતરણ થયું છે. ૪૪.
અહીં માર્ગા શબ્દ યુદ્ધનાં તી૨ માટે વપરાય છે, યાચના માટે નહીં. અહીં મિક્ષા શબ્દ સાધુમહાત્માઓની આહારચર્યા માટે વપરાય છે, ભીખ માટે નહીં, અહીં નિધન શબ્દ ફક્ત મૃત્યુના અર્થમાં વપરાય છે, ગરીબીના અર્થમાં નહીં, કેમકે અહીં પુષ્કળ સંપત્તિ છે. ૪૫.
પાપમાં અને દોષ માટે ભીતિનો ભાવ છે. ધન અને વેપારમાં નીતિનું મહત્ત્વ છે. વાણીમાં અને કળામાં આકર્ષક પદ્ધતિઓ છે, માટે સ્ત્રીઓ મધમીઠાં ગીતો ગાતી રહે છે.
૪૬.
આ નગરના રહેવાસીઓ બીજાનાં દુઃખને જોઈને, દયાને લીધે એ દુઃખી કરતાં પણ અત્યંત વધારે દુઃખી બની જાય તેવા છે - આવું વિધાતાએ વિચાર્યું. અને દયાની લાગણીથી વિધાતાએ આ નગરમાંથી દુ:ખોને હંમેશ માટે કાઢી મૂકચાં. ૪૭.
આ નગરના સજ્જનો પાસે દોષો નથી, મધુરતા ઘણી છે, પ્રસન્નતા છે, તેજ છે, વિવિધ કાર્યોની રુચિ છે, મોંઘા શણગાર છે, ઔચિત્ય છે અને અવાજનું આકર્ષણ છે માટે તેઓ કાવ્યની ઉપમા પામે છે. કારણ કે કાવ્યો નિર્દોષ હોય છે, માધુર્ય-પ્રસાદ-ઔજસ ગુણથી યુક્ત હોય છે, નવરસથી સમૃદ્ધ હોય છે, અલંકારો ધરાવતા હોય છે, ઔચિત્યની કળાથી સંપન્ન હોય છે, વ્યંગ્ય અર્થને લીધે મનોહર હોય છે. ૪૮.
શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૧
૧૭