________________
પ્રશસ્તિ
શ્રી હરિદાસ નામે ગુણવાનું શ્રેષ્ઠી હતા. તેમની પત્નીનું નામ સુશીલા હતું. તેઓ વૈષ્ણવધર્મી હતા. દ્વારકાથી તેઓ પૂના આવ્યા. ૧
એમને બે પુત્ર થયા. સુરેશ અને અનિલ. સુરેશનું લગ્ન જયા સાથે થયું. અનિલનું લગ્ન કોકિલા સાથે થયું. ૨.
પ્રથમ પુત્રને ત્રણ દીકરા થયા. ભૂપેશ, અમિત, પ્રકાશ, બીજા પુત્રને એક દીકરો નયન, એક દીકરી આશા. ૩.
મોક્ષમાર્ગના મહાસાર્થને એકચક્રી વર્ચસ્વ દ્વારા અનુશાસિત કરનારા મહાપ્રભાવી શ્રી રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા, સત્યમાં સૂર્ય સમાન થયા. ૪.
તેમણે સુરેશભાઈ, અમિત, પ્રકાશને ધર્મ પમાડીને આહતી દીક્ષા આપી, ૫.
નિઃસ્પૃહ અને નિરભિમાની એવા શ્રીસંવેગરતિવિજયજી મહારાજા મારા પિતા છે. ગીતાર્થ અને પ્રેમાળ એવા શ્રી વૈરાગ્યરતિવિજયજી મ. મારા વડીલ બન્યુ છે. ૬.
મારા ગુરુ, પિતા અને વડીલ બધુની કૃપાથી શ્રી તપાગચ્છની ભક્તિ માટે મેં શ્રીમણિભદ્રમહાકાવ્યની રચના કરી છે. ૭.
દીક્ષાના કેટલા વરસ બાદ આ રચના થઈ તે મહત્ત્વનું નથી. જે રચના થઈ તે કેવી થઈ છે તે મહત્ત્વનું છે. ૮.
સરસ્વતીજી એ ભરપૂર અર્પેલી કૃપા દ્વારા આ રચના થઈ છે. ચન્દ્ર સુંદર દર્શન આપીને ચન્દ્રકાન્ત મણિમાંથી અમૃતની વર્ષા કરાવે છે તે રીતે સજજનો આ ગ્રંથને સારી દૃષ્ટિથી જોઈને તેના રસની ધારાને અક્ષય બનાવે તેવી ઇચ્છા છે. ૯.
પ્રશસ્તિ
૧૬૯