________________
હું અવશ્ય તપાગચ્છની સેવા કરીશ, મારા ગયા જનમનાં પાપોની આલોચના આ સેવા જ બની રહેશે. ધર્મનો આશરો પામીને જગત શાંતિને પામો. સાધુઓની સાધનાના પ્રભાવે ધર્મનું બળ વધતું રહો. વિપ્નનો નાશ થતો રહ્યો અને સાધુની સાધના આગળ વધ્યા કરો. અને દુષ્કર એવો વિપ્નનાશ મારા દ્વારા જ સાધ્ય બનો. આ રીતે હું મારા દેવભવને ધર્મવાનું બનાવી શકું તો આગલા જનમમાં મનુષ્ય બનીને મોક્ષે પહોંચું. મારી આ ભાવના છે. ૪૨-૪૩.
આવા નમ્ર વચનો બોલીને યક્ષરાજે ગુરુના પગની વચ્ચે માથું મૂકવું. બે હાથે બે પગનો સ્પર્શ કર્યો. પગની આંગળી પર કપાળ મૂક્યું. આવો વિનય કરી રહેલા દેવના ખભા પર હાથ મૂકીને ગુરુભગવંતે ફરી એક વાર તેને મીઠો “ધર્મલાભ' ફરમાવ્યો. ૪૪.
સંતુષ્ટ બનેલા ગુરુનાં ચરણોને નમસ્કાર કરીને યક્ષરાજ ઉઠ્યા. હાથ જોડીને ગુરુને નમસ્કાર કર્યા. જવાની અનુજ્ઞા મેળવી. ત્યારબાદ શ્રીમાણિભદ્ર યક્ષ, દરેક સાધુ ભગવંતોને નમસ્કાર કરતા હતા, દરેક ગુણવાનું સાધર્મિકોની સ્તવના કરતા હતા. એમનું મન પુણ્યથી સમૃદ્ધ બનેલું હતું. આ રીતે અત્યંત શાંતિનો અનુભવ પામેલા યક્ષરાજે સ્વર્ગલોક તરફ પ્રયાણ કર્યું. ૪૫.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૯