________________
યક્ષરાજે આવો શાપ આપ્યો તેનાથી ગભરાઈ ગયેલા બંને ભૈરવો તેમનાં પગમાં પડ્યા. પોતાની નિન્દા કરવાપૂર્વક તેમણે યક્ષરાજને કહ્યું કે “અમને આપની સેવામાં જ રાખો.' મહાશક્તિશાળી સ્વામીને વન્દન કરો તો જ તે ખુશ થાય. ૩૧.
યક્ષ રાજ ગુરુનાં ચરણકમળ સમક્ષ ભંગ બનીને બેઠા. અને ભૈરવોના હારી જવાથી, મુનિઓને ઉપદ્રવ થશે નહીં તેવી ખાતરી આપી. પછી તેણે ગુરુ સાથે વાર્તાલાપ શરૂ કર્યો. લાગણીપૂર્વકની વાતો ક્યારેય પૂરી થતી નથી. ૩૨.
યક્ષરાજે કહ્યું : આપની સમક્ષ હું મારી ભાવના વ્યક્ત કરું છું. આપને મારી વાતમાં અભિમાન દેખાય કે મારી તુચ્છતા દેખાય તો માફ કરી દેજો. આપની કૃપાથી આજે હું જીતી ગયો છું. મારી ઇચ્છા છે કે આપના શિષ્યો પણ જય પામતા રહે. સાધુઓ જો પોતાનાં નામની પાછળ વિનય શબ્દ જોડી દે તો તેમને ઉપસર્ગો નડશે નહીં. વિજય શાખા તપાગચ્છને મળે. અને સંપૂર્ણ તપાગચ્છનું અધિષ્ઠાન કરવાનો લાભ મને જ મળે એવી મારી ઇચ્છા છે. ૩૩.
જો ઉપાશ્રયમાં મારાં પિંડની સ્થાપના થાય, સાધુભગવંતો મને ધર્મલાભ સંભળાવે, તો તમારી મારી પર મોટી કૃપા થશે કેમકે પૂર્વજન્મનાં પાપોની સ્મૃતિ મને સતત શોકાતુર રાખે છે તેમાં આ ધર્મલાભને લીધે રાહતનો અનુભવ થતો રહેશે. ૩૪.
ગુરુભગવંતે કહ્યું : “હે દેવ ! તું ખરેખર ધન્યવાદને પાત્ર છે. તને ગુરુના શબ્દોમાં એટલો બધો રાગ છે કે તું શિષ્યની જેવું જ વર્તન કરે છે. તું અવિરતિથી બંધાયેલો છે. તું નમસ્કાર કરતો રહેશે અને સાધુઓ તને ધર્મલાભ કહીને મંગલાચરણ સંભળાવતા રહેશે. ૩૫.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૯
૧૬૩