________________
પરંતુ તારો પતિ હોવા છતાં તારાં દુઃખનું કારણ હું જાણતો નથી તેનું મને દુઃખ વધારે છે.” આવાં વાક્યો દ્વારા સમગ્ર ઘટનાને વધુ રોચક બનાવી છે.
માતાએ પુત્રના પ્રભુપૂજાત્યાગને કારણે દૂધ પીવાનું છોડી દીધું છે. પત્નીએ પણ એ જ માર્ગ અપનાવ્યો છે. આ ઘટનાને પ્રસ્તુત સર્ગમાં વર્ણવવામાં આવી છે.
ચતુર્થસર્ગમાં મૂર્તિપૂજા વિષયક સંવાદ સરળ તર્ક અને પ્રતિતર્ક દ્વારા વર્ણવ્યો છે. શાસ્ત્રીય વિવાદને સરળભાષામાં માતા-પુત્રાના સંવાદરૂપે મૂકી માતાની પુત્રી પ્રત્યેની લાગણી, પુરાના કલ્યાણની ભાવના અને પુત્રને સન્માર્ગે લઈ આવવા માટેની સતત ચિંતાને વર્ણવતા શ્લોક વાંચતા કોઈ તાર્કિક ગ્રંથ વાંચતા હોઈએ તેવો ભાસ થવા લાગે છે.
ત્યારબાદ માણિ કયસિંહ દ્વારા શ્રીઆનંદવિમલસૂરિજી મ. ની પરીક્ષા અને શ્રીહેમવિમલસૂરિજી મ.નો સમાગમનો પ્રસંગ માણિક્યસિંહની ઋજુતા, સરળતા અને સજજનતા જેવા ગુણોને વર્ણવે છે. માણિક્યસિંહની પશ્ચાત્તાપની ભાવનાને કવિશ્રીએ સુંદર શબ્દાવલી દ્વારા વર્ણવી છે.
અંતિમ સર્ગમાં માણિભદ્રજીનો ગુરુ સાથેનો સમાગમ થાય છે ત્યારે દેવના મનોભાવ અને ભક્તિસભર હૈયું તેમની ઉત્તમતા દર્શાવે છે. આમ કથાનાયકના સમગ્ર જીવનને સુંદર રીતે ચિત્રિત કર્યું છે.
મહાકાવ્યના તમામ લક્ષણ ધરાવતો આ ગ્રંથ અનેક વિભિન્ન અલંકારથી વધુ મનોહર બન્યો છે. ઉપમા, ઉન્મેક્ષા, શ્લેષ આદિ અલંકારોનો પ્રચુર માત્રામાં પ્રયોગ કરવામાં આવ્યો છે.
મુનિશ્રી પ્રશમરતિવિજયજી મ.સા. સંસ્કૃત ભાષા અને સાહિત્યના વિદ્વાનું મુનિશ્રી છે. તેમણે રચેલ પ્રસ્તુત મહાકાવ્યમાં તેમની વિદ્વત્તાનાં દર્શન થાય છે. તેમણે આરંભેલ મહાકાવ્ય રચનાનું આ પ્રથમ સોપાન છે. ભવિષ્યમાં આપણને વધુને વધુ મહાકાવ્યો પ્રાપ્ત થતા રહેશે તેવી આશા છે.
જિતેન્દ્ર. બી. શાહ
ડાયરેક્ટર એલ ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલોજી
અમદાવાદ,