________________
स्निग्धदृङ् नतनिमेषकोमलो, भ्रूलता-विमल-कृष्णरोमवान् । ખેમિ-નયન-વિનોતે,
यद् भवेत्तदतिशायियौवनम् ॥२.२ ॥
અર્થાત—તેમની (માણિકચસિંહની) સ્નિગ્ધદષ્ટિ, ઇત્ નમ્ર કોમલ પાંપણો, વિમલકૃષ્ણરોમવાળી ભ્રમર અને કર્ણાવતંસ આંખો જે વસ્તુને જુએ છે તે પવિત્ર બની જાય છે. અહીં આંખો, પાંપણ અને ભ્રમરનું સૌંદર્ય અને દૃષ્ટિની પવિત્રતા એક સાથે વણી લીધા છે. તેમજ–
श्मश्रुराजिभिरुपावृतं मुखं, दर्शनीयसुषमामनुत्तराम् ।
धारयत्यणुविराजना अपि,
कुर्वते हि महतां परां द्युतिम् ॥६॥
અર્થાત્—દાઢીની રૂંવાટીઓથી તેમનું મુખ અત્યંત દર્શનીય બન્યું છે. ખરેખર મહાન માણસો થોડાં શણગારથી પણ ખૂબ સુંદર દેખાતા હોય છે.
આવા અનેક શ્લોક દ્વારા મુખ, મસ્તક, વાળ, સ્કંધ, હાથની હથેળી, છાતી, નાભિ, કમ્મર, પગ આદિનું વર્ણન કરી તેના દેહનાં સૌંદર્યને શબ્દો અને અલંકારોથી હૂબહૂ ચિત્રિત કર્યું છે.
માણિક્યસિંહના ગુણોનું વર્ણન ઉપમાઓ દ્વારા સુંદર શબ્દોમાં કરવામાં આવ્યું છે. તેની બુદ્ધિ, સત્ત્વ, સૌન્દર્ય અને ઉદારતા અનુપમ છે. કેમકે બુદ્ધિ બૃહસ્પતિ પાસેથી મેળવી છે. સત્ત્વ ઇન્દ્ર પાસેથી પ્રાપ્ત કર્યું છે. સૌન્દર્ય કામદેવ પ્રદત્ત છે અને ઉદારતા સમુદ્ર પાસેથી મેળવી છે.
યથા
बुद्धयः सुरगुरोरुपार्जिताः, सत्त्वमिन्द्रपरिदत्तमुत्कटम् । रामणीयकमनङ्गशिक्षितं, व्यापकत्वमुदधेरिवोद्धृतम् ॥२- २० ॥
માણિક્યસિંહ સજ્જનતા, દયા, સૌજન્ય, કૃતજ્ઞતા નીતિવાન, દયાવાન, ધાર્મિક અને તત્ત્વચિંતક જેવા અનેક ગુણોથી શોભાયમાન છે. આવા ગુણોનું વર્ણન દ્વિતીય સર્ગમાં કરવામાં આવ્યું છે.
તૃતીયસર્ગમાં કવિશ્રીએ માણિકચસિંહનાં ગૃહસ્થજીવનને મર્યાદાયુક્ત શબ્દોમાં પણ સુંદર રીતે વર્ણવ્યું છે. પત્નીને દુઃખી જોઈ કથાનાયકના મુખેથી નીકળતા વાકચો મધુર દાંપત્ય જીવનના ઘોતક છે. માણિક્યસિંહ જ્યારે એમ કહે છે કે તું દુ:ખી છે તે જાણી મને અસહ્ય દુઃખ થયું છે
१६