________________
અમે સાધુ છીએ. મૃત્યુ પામેલી વ્યક્તિ પાછળ સ્નેહઘેલા થઈને રોવાનું અમને શોભે નહીં. શ્રમણધર્મમાં જીંદગીભર રહેવાનો સંકલ્પ કરીને સાધુ બનેલા પવિત્ર આત્માઓ, અચાનક મૃત્યુ પામ્યા. અમે કોઈ જ બચાવ ન કરી શકયા. અમારું સત્ત્વ જ ઊભું ઉતર્યું. ૪૩.
અમે આહારપાણી લઈ શકતા નથી. અમે શાસ્ત્રોનો સ્વાધ્યાય કરી શકતા નથી. આવશ્યક ક્રિયાઓમાંથી પણ જાણે રસ જ ઉડી ગયો છે. કેમકે દશ સાધુ પછી હવે અગિયારમા સાધુને ગાંડપણનો રોગ થયો છે. વધુ એક મૃત્યુ થશે એની કલ્પનાથી અમે સ્તબ્ધ બની ગયા છીએ. ૪૪.
કોઈ અમાનવીય બળ આ ઉપદ્રવ કરી રહ્યું છે કે શું ? તેવો અમને સંશય છે. એ જાણવા જ અમે તમને બોલાવ્યા છે. શત્રુની જાણ થાય તો જીતવું સહેલું છે. યુદ્ધમાં શત્રુ બાબતની જાણકારી ન હોય તે બાબત જ સૌથી મોટો શત્રુ બની જાય છે. ૪૫.
રોગનો યોગ્ય ઉપચાર જેને કરવો છે તે સૌ પ્રથમ રોગનું યોગ્ય નિદાન કરી લે તે જરૂરી હોય છે. વૈદ્ય રોગનું મૂળ પકડી લે પછી તો આરામથી આરોગ્ય મળી જાય છે. ૪૬.
ગુરુની વાત સાંભળીને દેવીએ અધિજ્ઞાનો ઉપયોગ મૂક્યો અને પછી કહ્યું : ભગવન્ આમાં આપનો દોષ નથી, આપના શિષ્યોની પણ કોઈ ભૂલ નથી. કોઈ વિરોધીએ ચાલાકી પૂર્વક વિપત્તિનું સર્જન કર્યું છે. ૪૭.
આપ ગુજરાત તરફ વિહાર કરો. રસ્તામાં વન આવશે. ત્યાં આપને આ ઉપદ્રવનો દેઢ પ્રતિકાર કરનારી શક્તિ મળશે. આ મતિવિધુર મુનિને અહીં મૂકીને આપ મારવાડ છોડી ગુજરાત તરફ પ્રયાણ કરો. ૪૮.
શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૮
૧૪૫