________________
હાથમાં સુગંધી ધૂપ અને પવિત્ર દીવો લઈને હું પ્રભુની પૂજા રચી શકતો નથી. અક્ષતફળ-નૈવેદ્ય ધરીને હું ભગવાનનું તર્પણ કરી શકતો નથી. દુશ્મને મારી આશાઓનો નાશ કરી નાંખ્યો છે. ૭.
અયોગ્ય વાતોથી પ્રભાવિત થઈને પૂર્વે મેં પૂજાનો પરિહાર કર્યો હતો. આજે હવે એ જ પૂજાએ મારો ત્યાગ કરી દીધો છે. જેને ખોળામાં બેસીને રમાડવો હોય તે દીકરાને માતા નારાજગીપૂર્વક છોડી દે તેવું બની શકે ખરું ? ૮.
મારી ધન્યભાગ માતાને હું નમસ્કાર કરું છું. એના જવાબથી જ હું ભગવાન પાસે જઈ શક્યો છું. મારી માટે જ ઉત્તમન્નનો તેણે ત્યાગ કર્યો હતો. અને સંસારને વધારનારા પાપોથી મને બચાવનાર એ જ છે. ૯.
જેણે મને, પ્રાણ અને શરીરનું દાન કર્યું તે માતાનાં અકલંક અને અનુપમ ચરણકમળને હું વંદન કરું છું. મારા શરીરમાંથી નીકળી રહેલા પ્રાણ મારી માતાનાં ચરણોમાં સમર્પિત થાય તેવી મારી ભાવના છે. એણે મને જે કાંઈ આપ્યું છે તે મારે એને જ સમર્પિત કરવું છે. ૧૦.
મારી ધર્મપત્નીએ મારા તરફથી અપાતી તમામ તકલીફોને સહન કરી લીધી છે. એણે સતત વિનય કરીને મારી પૂજા કરી છે. વળતરની અપેક્ષા રાખ્યા વિના એણે પોતાનું સર્વસ્વ મને સમર્પિત કરી દીધું છે. તેનું હૃદય ધર્મને લીધે પવિત્ર છે. તેની હું ભૂરિ ભૂરિ અનુમોદના કરું છું. ૧૧.
મારી ધર્મપત્નીનો સ્વભાવ કેવો ઉત્તમ ? મેં કહ્યું ન હોય તે પણ એ સમજી જાય છે. મારાં કામ મને યાદ નથી હોતા પણ એ યાદ રાખીને કરી લે છે. મેં જે કામ કર્યું ન હોય તેનો યશ એ મને આપે છે. મારી પર મને જેટલો પ્રેમ નથી એટલો મારી પત્નીને છે. ૧૨.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૮
૧૩૩.