________________
રસ્તામાં જયાં જયાં મંદિરનો ઘંટનાદ તેને સંભળાય ત્યાં ત્યાં તેની પવિત્ર નજર સ્થિર બની જતી. એ આંખોમાં ભીનાશ લાવીને તે પ્રભુને યાત્રામાં સહાયક બનવાની પ્રાર્થના કરી લેતો હતો. ૪૩.
તેજથી વૃશ્રિંગત બનતી તપસ્યા તે કરી રહ્યો હતો. સવારે ઉગતો સૂરજ તેની પૂજા કરતો રહેતો. સાંજે રાત્રિના આગમનથી પોતાનું તેજ ગુમાવી રહેલો એ જ સૂરજ, શ્રેષ્ઠીને અશ્રાંત
રીતે ચાલી રહેલો જોઈને તેની પ્રશંસા કરતો રહેતો. ૪૪.
ખેતરો, બગીચાઓ, પાળીઓ, સેતુઓ, પાણીના સાપ, ઘોડીઓ, સાપની કાંચળીઓ, શિલ્પીઓની શાળાઓ, સભાગૃહો, લડાઈઓ, ઉત્સવો, અંગારાઓ આવું બધું એક દૃષ્ટિથી એ જોતો રહેતો હતો. તેનાં મનમાં આદિનાથ પ્રભુ વસ્યા હતા. ૪૫.
હવે ગોવાળિયાઓ દોહા લલકારતા હતા, માર્ગનાં બંને છેવાડે ઘાસ ઉગેલું હતું, ભરપૂર ફળો અને ભરાવદાર છાયા ધરાવતા વૃક્ષો દેખાવા લાગ્યા હતા, અને નદીમાં વહેતાં પાણી એકદમ ઊંડાં જણાતા હતા તેથી તેને સમજાયું કે ગુજરાત આવી ગયું છે. ૪૬.
મીઠો કલકલાટ કરી રહેલા પંખીઓ આકાશમાં ગોળગોળ ફરતા રહી લીલાછમ ખેતરો ૫૨ આક્રમણ કરવા માંગતાં હતાં. ગોવાળિયાના દીકરાઓ થાળી વગાડતા હતા છતાં ગભરાયા વગર તેઓ ખેતરમાં ઉતરી પડતા હતા અને ચાંચથી ચણવા લાગતા હતા. ૪૭.
તળાવનાં પાણીમાં એક સ્ત્રી વસ્ત્રો ધોઈ રહી છે. તેના અર્ધા પગ પાણીમાં ડૂબેલા હતા અને ગાલ પર પસીનો આવતો હતો તે પાણીનાં છાંટા ઉડીને આવતા હતા તેને લીધે દેખાતો નહોતો. ૪૮.
શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૭
૧૨૭