________________
પોતાની ભાવના તેણે ગુરુભગવંતને જણાવી. અને અનંત કરુણાનાં યૌવનથી સમૃદ્ધ એવા ગુરુભગવંત પાસે આશીર્વાદની યાચના કરી. એકલવ્ય હોય, અર્જુન હોય કે કર્ણ હોય - ગુરુ પ્રત્યેના સમર્પણ ભાવથી જ તે સફળ બની શક્યા હતા. ૩૭.
ચોમાસું પૂરું થયું. દિવસો સૂરજના તેજથી દેદીપ્યમાન બની ગયા. કાદવ સૂકાયો તેથી મહામાર્ગો ચાલુ થઈ ગયા અને નદીનાં પૂર ઓસર્યા એટલે જળમાર્ગ ચાલુ થઈ ગયા. ૩૮.
મારવાડથી ગુજરાત તરફ જતા માર્ગે તેણે પ્રયાણ કર્યું. તેણે શરીર પર ખાસ ભાર ઊંચક્યો નહોતો. તે ચાલતા ચાલતા નીકળ્યો. ખાવાની કે પીવાની રજા હતી. સ્વાદ અને શરીરની ઉપેક્ષા હતી. દેવમાં ભક્તિ હતી. ગુરુમાં પ્રીતિ હતી. ૩૯.
તે હાથી-ઘોડા-પાલખી વિના પગપાળે પ્રવાસ કરી રહ્યો હતો. કલ્યાણનો માર્ગ સ્થાપનારા, નાભિરાજાના પુત્રો, મરુદેવીના સંતાન, સંસારનો અંત લાવી મોક્ષમાં બિરાજમાન થયેલા દેવાધિદેવ શ્રી આદીશ્વર ભગવાનની ભક્તિ માટે તે અત્યંત ઉત્સાહિત હતા. ૪૦.
રસ્તામાં તેમણે ઊંટના રખેવાળોને જોયા. જમીનપર લાંબી ડાંગ ટેકવીને તેની ટોચ પર હાથ મૂકીને તેની પર દાઢીવાળું મોટું રાખીને તે લોકો ઊભા હતા. તેમના પગની મોજડીની આગળનું ફણું ઊંચું હતું. તેમણે માથે લાલ ફેંટા વીંટાળેલા હતા. ૪૧.
તેણે રાજસ્થાનની સ્ત્રીઓ જોઈ. તેમણે હાથમાં પહેરેલા હાથીદાંતનાં કંકણો રણકતા હતા. એ નાજ ક નારીઓ, અર્ધી ઝકીને ઘર આંગણે છાણ લેપતી લેપતી પોતાની સંસારકુશળતા વ્યક્ત કરતી હતી. ૪૨.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૭.
૧૨૫