________________
યાત્રાળુઓ મથકનાં પાણી પીતા જ રહે છે. મારવાડની ભૂમિ પર જાગનારી તીવ્ર તૃષા શાંત જ થતી નથી. સ્ત્રીના સંગથી જેમ અતૃપ્તિ વધે છે અને મર્યાદા રહેતી નથી તેમ આ તરસ પાણી મળવાથી વધે છે અને કેટલું પાણી પીવું તેનો નિયમ રહેતો નથી. ૨૫.
રેતીના થરોનાં થરો પથરાયાં છે. દૂર દૂર મૃગજળની માયા દેખાય છે. હાલતાં પાણીનો ભ્રમ ઊભો થાય છે. આ મૃગજળ, ભોગતૃષ્ણા જેવા છે કેમ કે મૃગજળ અને ભોગતૃષ્ણા, યોગ્ય માર્ગથી દૂર ખેંચી જાય છે, બુદ્ધિને ભ્રષ્ટ કરે છે અને અંતે ભયંકર ત્રાસ આપે છે. ર૬.
ચોમાસામાં પાણીથી ઉભરાતી જમીન, સ્ફટિકથી ઢંકાયેલી હોય તેવી દેખાય છે. આ પાણીમાં પડછાયા બનીને લહેરાતાં વાદળો, વીજળી ચમકાવીને પાણીને ચાંદીના રંગે રંગી દે છે. ૨૭.
ચોમાસામાં ઘણા અવાજ થાય છે. અથડાતાં વાદળોનો અવાજ, ઝીંકાતાં પાણીનો અવાજ. વંટોળિયે જતાં વૃક્ષોના અવાજ. નદીનાં પૂરનો અવાજ . પરંતુ આ બધા અવાજોને, મોરની કેકાઓનો જાદુઈ અવાજ ઝાંખા પાડી દે છે. ૨૮.
વરસાદને લીધે સૂરજ દેખાતો નથી માટે દુકાનો બંધ રહે છે. તેથી દિવસ, રાત જેવો લાગે છે. તો રાતે વીજળીના ચમકારાનું અજવાળું ઝબૂક્યા કરે છે અને વીજળીના ધડાકાઓથી ઊંઘ નથી આવતી માટે રાત, દિવસ જેવી લાગે છે. ૨૯.
પાલી ગામમાં શ્રીહેમવિમલસૂરિજી મ. ચોમાસા માટે રોકાયા. સાથે મોટો શિષ્ય પરિવાર હતો. શ્રીમાણેકચંદજી શેઠ તેમની સેવા કરવા રોજ આવે છે અને આત્માની ચિંતાપૂર્વક વ્યાખ્યાન સાંભળે છે. ૩૦.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૭.
૧૨૧