________________
ઠંડી ઓછી થઈ છે અને ગરમી મર્યાદિત છે તેને લીધે રેગિસ્તાનમાં કોઈ નવી જ તાજગી પથરાઈ છે. રેતીમાં લાંબી લાંબી અગણિત રેખાઓ અંકાય છે. તે હવાને લીધે સળવળતી રહે છે, દરિયાનાં મોજાની જેમ. ૧૯.
તીવ્ર ગરમી નથી માટે ભરબપોરે સ્ત્રીઓ પાણી ભરવા નીકળી શકે છે. કૂવા, વાવ, સરોવરના કાંઠે એ સ્ત્રીઓ ઊભી રહે છે. એમનાં મુખ વસ્ત્રોથી ઢંકાયેલાં છે. એ માટલામાં પાણી ભરીને, માટલાને માથાં ૫૨ મૂકે છે ત્યારે તેમના કંકણ રણકવા લાગે છે. ૨૦.
પાકેલી ખજૂરીના રસ જેવો વસન્તનો સમય જો રાજસ્થાનમાં આવે નહીં તો, બગીચાનાં એકાન્તમાં ભાનભૂલીને નૃત્ય કરી રહેલી સ્ત્રીઓ પર ફૂલો કેવી રીતે વેરાય ?
૨૧.
પર્વત ૫૨ ફૂલો પથરાયા છે. ફૂલો ૫૨ ભમરા પથરાયા છે. લીલાછમ વૃક્ષોથી પર્વત ઢંકાઈ ગયો છે. કોયલના ટહુકારના તીવ્ર સ્વરોની સાથે ધીરગંભીર અવાજ જોડીને ઝરણાઓ યોગ્ય સાથ આપી રહ્યા છે. ૨૨.
વસંતની સાંજે હીંચકા પર ઝૂલી રહેલી વહુઓને જોઈને ધીમી પડી ગયેલી હવા જાણે કે તેમની પ્રશંસા કરે છે. એક તરફથી બીજી તરફ ઝૂલતી રહીને આ વહુઓ જે ચંચળતા ધારણ કરે છે તેને પણ આ હવા વસન્તઋતુ માનીને માણે છે. ૨૩.
ઉનાળાની ભયાનક ગરમી. દિવસે ઉડતી રેતીઓ, પરસેવાથી રેબઝેબ બનેલી શરીરની ચામડી૫૨ કાંટાની જેમ વાગે છે. અલબત્ત ! રાતે આ રેતી શાંત હોય છે. એ ઉડતી નથી. બલ્કે પથરાયેલી હોવાથી એકદમ કોમળ લાગે છે. જાણે કે ફૂલોનો ઢગલો. ૨૪.
શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૭
૧૧૯