________________
સર્ગ ૫
આકાશના છેવાડે સૂરજ ડૂબી ગયો. અંધારું આંખોને નડવા લાગ્યું. ચંદ્ર ઉગ્યો નહોતો માટે સામે રહેલા માર્ગને પણ કોઈ જોઈ શકતું નહોતું. ૧.
અંધારાને લીધે ઘરની પ્રવૃત્તિઓની સાથે સાથે અવાજો ઓછા થવા લાગ્યા. અંધારાથી ડરનારા લોકોએ ઘરમાં દીવા કરીને અંધારાને ઘરમાંથી કાઢી મૂક્યું તેથી ઘરબહાર રહેલું અંધારું ઘનઘોર બની ગયું. ૨.
શ્રેષ્ઠીનાં ઘરની ઉપર કોટિધ્વજ હવામાં ઝૂલતો હતો. તેનો ફફડવાનો અવાજ જાણે શ્રેષ્ઠીની સંપત્તિના યશને ગાતો હતો. શ્રેષ્ઠી એ રોજ સાંભળતા. રાતનો પહેલો પહોર પૂરો થયો. શ્રેષ્ઠી એકલા નગરની સીમા પર ફરવા નીકળ્યા. ૩.
તિની કલાના પૂરી
અંધકારને લીધે આખું જગત દૃષ્ટિ માટે અગોચર બની ગયું હતું. દિશાઓ પણ સૂઝતી ન હતી. આવી ગાઢ રાતે શ્રેષ્ઠી કોઈ પણ જાતના ડર વિના સાપની જેમ નગર બહાર સરક્યા. ૪.
નદીના કિનારે ચાલતા ચાલતા તેમણે પાણીમાં પડછાયેલા અનન્ત તારાઓ જોયા. સૂરજની યાદમાં ખિન્ન બનીને રોઈ રહેલી પૃથ્વીદેવીનાં આંસુ જેવા એ દેખાતા હતા. પ.
ધીમે ધીમે એ આગળ ચાલ્યો. દૂર દૂર તેમને થોડા આગના ભડકા દેખાયા. અંધારી રાતમાં કષના પથ્થર પર સોનાની રેખા ચમકે તેમ ભડકા ચમકતા હતા. કૌતુકથી તે નજીક ગયા. ૬.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૫