________________ 195 196 વ્યાખ્યાન-૯ કલા [બારસા સૂત્ર આચાર્ય અથવા ઉપાધ્યાય અથવા સ્થવિર અથવા પ્રવર્તક અથવા ગણિ અથવા ગણધર અથવા ગણાવચ્છેદક અથવા જેમને મુખ્ય કરીને વિચારે છે તેને પૂછીને તેને જવાનું અને પ્રવેશ કરવાનું કપે છે. *[16] વર્ષાવાસમાં રહેલા ભિક્ષુ કોઈપણ એક વિગઈ ખાવાની ઈચ્છા કરે તો આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, પ્રવર્તક, ગણિ, ગણધર, ગણાવચ્છેદક અથવા જેમને પ્રમુખ માનીને વિચરણ કરતા હોય તેમને પૂછયા વિના તેમ કરવાનું ક૫તું નથી. આચાર્ય અથવા ઉપાધ્યાય અથવા સ્થવિર અથવા પ્રવર્તક, ગણિ, ગણધર, ગણાવચ્છેદક અથવા જે કોઈને પ્રમુખ માનીને વિચરણ કરતા હોય તેમને પૂછીને તેને એ રીતે કરવાનું કયે છે. ભિક્ષુ તેને એ રીતે પૂછે કે : “હે ભગવન્! આપની આજ્ઞા પ્રાપ્ત થતાં ગૃહપતિના કુળ તરફ આહારને માટે કે પાણીને માટે જવાની અને પ્રવેશ કરવાની ઈચ્છા કરું છું.” એ રીતે પૂછળ્યા પછી જો તે અનુમતિ આપે તો તે ભિક્ષને એ ગૃહસ્થનાં કુળ તરફ આહારને માટે કે પાણીને માટે નીકળવા અથવા પ્રવેશ કરવાનું કહે છે. જો તેઓ અનુમતિ ન આપે તો ભિક્ષુને આહારને માટે અથવા પાણીને માટે ગૃહસ્થનાં કુળ તરફ નીકળવાનું અને તેમાં પ્રવેશ કરવાનું કલ્પતું નથી. ભિક્ષ તેમને આ રીતે પૂછે કે હે ભગવન્! આપની આજ્ઞા પ્રાપ્ત થતાં હું કોઈપણ એક વિગઈને આટલા પ્રમાણમાં અથવા આટલી વખત ખાવા ઈચ્છું છું” એ રીતે પૂછવાથી જો તે તેને અનુમતિ પ્રદાન કરે તો એ રીતે તે ભિક્ષને કોઈ એક વિગઈ ખાવાનું ક્ષે છે. જો તે તેમને અનુમતિ ન આપે તો તે ભિક્ષને કોઈપણ એક વિગઈ ખાવાનું ક૫તું નથી. પ્રશ્ન :- હે ભગવન્! આપ એમ કેમ કહો છો? ઉત્તર :- અનુમતિ દેવામાં અથવા ન દેવામાં આચાર્ય પ્રત્યવાય (વિM) વગેરેને જાણતા હોય છે. પ્રશ્ન :- હે ભગવન્! આપ એમ કેમ કહો છો? ઉત્તર :- આચાર્ય પ્રત્યવાયને જાણે છે. *[315] એ રીતે વિહાર ભૂમિ તરફ જવા માટે અથવા વિચાર ભૂમિ તરફ જવા માટે અથવા અન્ય કોઈપણ પ્રયોજન માટે અથવા એક ગામથી બીજે ગામ જવા વગેરેની બધી પ્રવૃત્તિઓ માટે આ રીતે અનુમતિ પ્રાપ્ત કરવી જોઈએ. * [31] વર્ષાવાસમાં સ્થિત ભિક્ષુ કોઈ જાતની ચિકિત્સા કરાવવાની ઈચ્છા કરે ત્યારે તે સંબંધમાં પણ પૂર્વવત્ જાણવું જોઈએ.