________________ 198 વ્યાખ્યાન-૯ કલ્પ [બાસા] સૂત્ર *[118] વર્ષાવાસમાં રહેલા ભિક્ષુ, કોઈ જાતના પ્રશસ્ત, કલ્યાણકારી, ઉપદ્રવોને દૂર કરવાવાળા, જીવનને ધન્ય કરવાવાળા, મંગળ કરવાવાળા, સુશોભન અને મોટા પ્રભાવશાળી તપકર્મનો સ્વીકાર કરીને વિચારવાની ઈચ્છા કરે ત્યારે તે સંબંધમાં પણ પૂર્વવત્ જ કહેવું જોઈએ. અર્થાત્ ગુરુજનોની આજ્ઞા પ્રાપ્ત કરીને જ તપ કરવું જોઈએ. કોઈપણ ઉપધિને તડકામાં તપાવવાની ઈચ્છા કરે અથવા તડકામાં વારંવાર તપાવવાની ઈચ્છા કરે ત્યારે એક વ્યક્તિને અથવા અનેક વ્યક્તિઓને સમ્યક્ પ્રકારે બતાવ્યા વિના ગૃહપતિના કુળ તરફ આહારને માટે અથવા પાણીને માટે નીકળવાનું અને પ્રવેશ કરવાનું ક૫તું નથી અથવા અન્ન, પાણી, ખાદિમ કે સ્વાદિમનો આહાર કરવાનું ક૫તું નથી. બહાર વિહારભૂમિ કે વિચારભૂમિ તરફ જવાનું ક૫તું નથી અથવા સ્વાધ્યાય કરવા કાયોત્સર્ગ કરવા કે ધ્યાનને માટે અન્ય આસનાદિથી ઊભા રહેવાનું કાતું નથી. * [319] વર્ષાવાસમાં રહેલા ભિક્ષુએ સૌથી અંતિમ મારણાંતિક સંલેખનાનો આશ્રય લઈને તેના દ્વારા શરીરને ખપાવવાની વૃત્તિથી આહાર પાણીનો ત્યાગ કરીને, પાદપોપગમન થઈને મૃત્યુની અભિલાષા નહિ રાખતા વિચરણ કરવાની ઈચ્છા કરે અને સંલેખનાની દૃષ્ટિથી ગૃહસ્થના કુળ તરફ નીકળવાની અને તેમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે અથવા અન્ન, પાણી, ખાદિમ અને સ્વાદિમ આહારની ઈચ્છા કરે અથવા મળમૂત્રની પરિઠાપનની ઈચ્છા કરે અથવા સ્વાધ્યાય કરવાની ઈચ્છા કરે અથવા ધર્મજાગરણની સાથે જાગવાની ઈચ્છા કરે તો તે બધી પ્રવૃત્તિ પણ આચાર્ય વગેરેને પૂછળ્યા વિના કરવાની કાતી નથી. આ બધી પ્રવૃત્તિઓના સંબંધમાં પૂર્વવત્ જાણવું. કોઈ એક અથવા અનેક સાધુ જે ઉપસ્થિત હોય તેમને ભિક્ષએ આ રીતે કહેવું જોઈએ, “હે આર્યો ! આપ થોડા વખત સુધી અહીં ધ્યાન રાખો કે જ્યાં સુધી હું ગૃહપતિના કુળ તરફ જઈને આવું, ચાવત્ કાયોત્સર્ગ કરીને આવું અથવા ધ્યાન માટે કોઈ આસનથી ઊભો રહીને આવું. જો તે ભિક્ષુકની વાતનો સ્વીકાર કરે અને ધ્યાન રાખવાની સ્વીકૃતિ આપે તો ભિક્ષુકને ગૃહપતિના કુળની તરફ આહાર માટે અથવા પાણી માટે નીકળવું અને પ્રવેશ કરવું કરે છે. યાવત્ કાયોત્સર્ગ કરવાનું કે ધ્યાનને માટે કોઈ આસનથી ઊભા રહેવાનું કભે છે. * [320] વર્ષાવાસમાં રહેલા ભિક્ષુ વઅને, પાત્રને અથવા કામળીને અથવા પાદપ્રીંછનકને અથવા અન્ય જો તે સાધુ કે સાધ્વીઓ તે ભિક્ષુકની વાતનો સ્વીકાર ન કરે અથવા ધ્યાન રાખવાની અસ્વીકૃતિ કરે ત્યારે તે