________________ વ્યાખ્યાન-૯ 191 192 કલ્પ [બારો] સૂત્ર ઉત્તર :- અત્યંત બારીક જે નેત્રોથી ન દેખી શકાય તેવી લીલ ફૂગ (સેવાળ) પનકસૂક્ષ્મ છે. પનકસૂક્ષ્મના પાંચ પ્રકાર બતાવેલ છે. જેમ કે:- (1) કૃષ્ણપનક (2) લીલીપનક (3) લાલપનક (4) પીળીપનક અને (5) સફેદપનક. તાત્પર્ય એ છે કે લીલ, ફૂગ, ફૂગી, સેવાળ કે જે અત્યંત બારીક હોય છે, તે વસ્તુની સાથે મળેલી હોવાના કારણે તેના જેવા રંગની હોય છે તેથી તે તરત જ દેખી શકાતી નથી. તેથી છદ્મસ્થ નિગ્રન્થ અને નિર્ગુન્શીએ સમ્યક્ર પ્રકારથી જાણવી જોઈએ. જોવી જોઈએ અને તેની પ્રતિલેખના કરવી જોઈએ. આ છે પનકસૂક્ષ્મની વ્યાખ્યા. * [309] હે ભગવાન! તે હરિતસૂક્ષ્મ શું છે? ઉત્તર :- હરિત અર્થાત્ અભિનવ ઉત્પન્ન થયેલ અત્યંત બારીક નેત્રોથી પણ ન નિહાળી શકાય તેવું હરિત તે હરિતસૂક્ષ્મ પાંચ પ્રકારનાં કહેવામાં આવેલ છે. તે જેમ કે (1) કૃષ્ણ હરિતસૂક્ષ્મ (2) લીલાં હરિત સૂમ. (3) લાલ હરિત સૂક્ષ્મ (4) પીળાં હરિતસૂક્ષ્મ (5) સફેદ હરિત સૂક્ષ્મ. આ હરિત સૂક્ષ્મ પૃથ્વી ઉપર ઉત્પન્ન થાય છે. જે પૃથ્વીનો જેવો રંગ હોય છે, તેવા જ રંગના તે હરિતસૂક્ષ્મ હોય છે. છઘ0 નિગ્રંન્થ અને નિર્ગુન્શીએ તેમને વારંવાર જાણવા જોવા અને પ્રતિલેખના કરવી જોઈએ. આ હરિતસૂક્ષ્મનું કથન થયું. * [38] પ્રશ્ન :- હે ભગવન્! બીજસૂમ શું છે ? ઉત્તર :- જે બીજ સાધારણ નેત્રોથી ન જોઈ શકાય તે બીજસૂક્ષ્મ છે. તે બીજસૂક્ષ્મ પાંચ પ્રકારના છે : (1) શ્યામ બીજસૂક્ષ્મ (2) લીલાં બીજસૂક્ષ્મ (3) લાલ બીજસૂક્ષ્મ (4) પીળાં બીજસૂમ (5) સફેદ બીજસૂક્ષ્મ. નાનાથી નાના કણના સમાન રંગવાળાં બીજસૂક્ષ્મ કહેલ છે અર્થાત્ જેવા રંગનાં અન્નના કણ હોય તેવા જ રંગના બીજસૂક્ષ્મ હોય છે. છપ્રસ્થ નિગ્રન્થ કે નિર્ગુન્શીએ તેને વારંવાર જાણવા જોઈએ અને પ્રતિલેખના કરવી જોઈએ. આ બીજસૂક્ષ્મની વ્યાખ્યા થઈ. * [310] હે ભગવન્! તે પુષસૂક્ષ્મ શું છે? ઉત્તર :- જે પુષ્પ અત્યંત બારીક હોય, સાધારણ નેત્રોથી ન નિહાળી શકાતું હોય. જેવી રીતે વડ, ઉંબરા વગેરેનાં કૂલ શ્વાસ માત્રથી જેની વિરાધના થઈ શકે તે પુષસૂક્ષ્મ હોય છે. તે પુષસૂક્ષ્મ પાંચ પ્રકારનાં છે. (1) કૃષ્ણ પુષ્પસૂક્ષ્મ (2) લીલાં પુષ્પસૂક્ષ્મ (3) લાલપુષસૂક્ષ્મ (4) પીળા પુષસૂક્ષ્મ (5) સફેદ પુષસૂક્ષ્મ. આવાં પુષસૂક્ષ્મ જે વૃક્ષ ઉપર ઉત્પન્ન થાય છે તે વૃક્ષના રંગના જેવા જ રંગવાળા હોય છે. છદ્મસ્થ નિર્ગુન્થ અને નિર્ગુન્શીએ તેમને સમ્યક્ પ્રકારે જાણવાં જોઈએ, જોવાં જોઈએ અને પ્રતિલેખન કરવું જોઈએ. આ પુષ્પસૂક્ષ્મનું