________________
ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ તે સંભૂતિવિજયની પાસે પ્રવજિત થયા. પછી ત્યાં ધોરાકાર તપ કરે છે. વિચરતા - વિચરતા પાટલીપુત્ર આવ્યા. ત્યાં બાણ અણગારો અભિગ્રહ ગ્રહણ કરે છે. એક અભિગ્રહ કર્યો કે તેને જોઈને સિંહ ઉપશાંત થાયબીજા અણગાર સપના બિલ પાસે રહે તે દષ્ટિવિષ પણ ઉપશાંત થાય તેમ અભિગ્રહ લીધો. (ત્રીજા અણગારે કૂવાના કાંઠા ઉપર ચોમાસુ વીતાવવાનો અભિગ્રહ કર્યો.) સ્થૂલભદ્ર કોશાને ઘેર સહેવાનો કર્યો.
કોશા તેમને જોઈને ખુશ થઈ, પરીષહથી પરાજિત થઈને આવેલ છે, તેમ માનીને પૂછ્યું - હું શું કરું? ઉધાનગૃહમાં સ્થાન આપ. કોશાએ આપ્યું. રાત્રિના સર્વાલંકાર વિભૂષિત થઈને આવી. સરસ વાણી બોલે છે. સ્થૂલભદ્ર તો મેરની જેમ અકંપ રહ્યા.
ત્યારે સદ્ભાવથી સાંભળે છે, સ્થૂલભદ્રએ ધર્મ કહ્યો. કોશા શ્રાવિકા થઈ. તેણીએ નિયમ કર્યો કે રાજાની આજ્ઞાથી કોઈ બીજા સાથે વસવું પડે, તે સિવાય હું બ્રહમચારિણી વ્રતને સ્વીકારું છું.
ત્યારે સિંહ ગુફાથી ચાર માસના ઉપવાસ કરીને આચાર્ય પાસે આવ્યા. આચાર્યએ કહ્યું- હે દુષ્કરકારક આપનું સ્વાગત છે. એ પ્રમાણે સર્પના બિલવાળાને કહ્યું(કુવાના કાંઠાવાળા મુનિને પણ તેમજ કહ્યું) સ્થૂલભદ્ર સ્વામી ત્યાં જ ગણિકાગૃહમાં ભિક્ષા ગ્રહણ કરે છે. તે પણ ચાર માસ પૂર્ણ થતાં આવ્યા. આચાર્ય સંભ્રમથી ઉભા થયા. અને બોલ્યા - હે અતિ દુષ્કસ્કારક તમારું સ્વાગત છે. તે બંને (બણે) બોલ્યા, જુઓ આચાર્ય ભગવંત મંત્રીપુત્ર પ્રત્યે રાગવાળા છે.
બીજા ચોમાસામાં સિંહગ્રસવાસ મુનિ બોલ્યા - હું ગણિકાને ઘેર જવાનો અભિગ્રહ ગ્રહણ કરીશ. આચાર્યએ જ્ઞાનોપયોગમૂક્યો. તેને નિવાર્યા, પણ તે મુનિએ વાત સ્વીકારી નહીં અને ગયા. ત્યાં વસતિ માંગી. ગણિકાએ આપી. તેણી વિભૂષિત કે અવિભૂષિત દશામાં પણ સુંદર શરીરી હતી. મુનિ તેણીના શરીરમાં આસક્ત થયા. તેણી સાથે ભોગની યાચના કરી. ગણિકા તે માટે તૈયાર ન હતી. તેથી બોલી કે જો તમે મને કંઈ મૂલ્ય આપો તો તેમ બને. મુનિએ પૂછયું - શું આપું? ગણિકાએ કહ્યું લક્ષમૂલ્ય. નેપાળમાં શ્રાવક છે, તે લક્ષમૂલ્ય કંબલ આપે છે. મુનિ ત્યાં ગયા. શ્રાવકે કંબલ આપી. મુનિએ આવીને તે કંબલ ગણિકાને આપી. તે ગણિકાએ મતગૃહમાં તે રન કંબલને ફેંકી દીધી.
| મુનિ બોલ્યા - અરેરે ! કેમ ફેંકી દે છે? ગણિકાએ કહ્યું - તમારી હાલત પણ આ જ થશે. ઉપશાંત કર્યા, બુદ્ધિ પામ્યા. હું અનુશાસન ઇચ્છું છું. ઉપાશ્રયે પાછા ગયા. ફરી આલોચના કરીને વિચરે છે.
આચાર્યએ કહ્યું - એ પ્રમાણે “દુષ્કર દુષ્કરકારક” સ્થૂલભદ્રને કહ્યું. કોશા પણ શ્રાવિકા થઈ. એ પ્રમાણે વિચરે છે. કોઈ વખતે રાજાએ તે ગણિકા રથકારને આપી. તેનું આખ્યાન જેમ નમસ્કારમાં આવશ્યક વૃત્તિમાં છે, તેમ જાણવું.
જે પ્રમાણે સ્થૂલભદ્રએ સ્ત્રી પરીષહ સહન કર્યો, તેમ સાધુઓએ સહન કરવો જોઈએ. -x- આ પ્રમાણે એકત્ર વસતા તેવા સ્ત્રીજનના સંસર્ગથી મંદતત્ત્વને થાય છે, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org