________________
..
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
વિસ્મારિત કરી, એક સાધુએ તે વિટિકા જોઈ, પછી તેઓએ જાણ્યું, પછી તે દેવે સાધુને વંદના કરી, પણ વૃદ્ધ સાધુને ન વાંધા. પછી સર્વ વૃત્તાંત કહ્યો. આમના વડે હું ત્યજાયો, મને કહેલ કે - તું આ પાણી પી. જો મેં પીધુ હોત તો હું સંસારમાં ભમત. આ પ્રમાણે તૃષા પરિષહ સહેવો.
સુધા, પિપાસા સહન કરનારના શરીરમાં નિત્ય શીતકાળમાં શીત-ઠંડીનો સંભવ છે, તેથી શીત પરીષહને કહે છે .
-
. સૂત્ર
૫૫, ૫૬
વિચરતા અને વિસ્ત એવા રસ શરીરી થઈ વિચરતા મુનિને શીતકાલાદિમાં શીતનો સ્પર્શ થાય છે, તો પણ જિનશાસનને સમજીને પોતાની યથોચિત મર્યાદાનું કે સ્વાધ્યાયાદિ પ્રાપ્ત કાળનું ઉલ્લંઘન ન કરે... શીત લાગતા મુનિ એવું ન વિચારે કે મારી પાસે શીતનું નિવારણ નથી. શરીરનું કોઈ ત્રાણ વાદિ નથી, હું અગ્નિનું સેવન કર્યું,
• વિવેચન - ૫૫, ૫૬
ગ્રામાનુગ્રામ કે મુક્તિ પથે જતાં અથવા ધર્મનું આસેવન કરતો. વિરા અગ્નિ સમારંભાદિથી નિવૃત્ત અથવા આસક્તિ રહિત, રૃક્ષ - સ્નાન અને સ્નિગ્ધ ભોજનાદિના પરિહારથી રૂક્ષ, શીત વડે અભિદ્રવિત થાય, વિશેષથી ઠંડી વડે પીડાય છે. ક્યારે ? શીતકાલાદિમાં અથવા પ્રતિમા સ્વીકારેલ હોય ત્યારે. પછી શું ? ચેલા - સીમા, મર્યાદા, સેતુ. શીત સહન કરવા રૂપ મર્યાદાને ન ઉલ્લંઘે. અથવા અપધ્યાન રૂપ સ્થાનાંતર સર્પણાદિ વડે ન ઉલ્લંધે. અહીં શું ઉપદેશ કરે છે ? તેથી કહે છે ભવ આવર્તમાં પડે છે, પાપબુદ્ધિ ઉક્ત રૂપ મર્યાદા અતિક્રમકારી છે, તેથી સત્બુદ્ધિ વડે આ પાપબુદ્ધિ પરિહરવી. અથવા વેલા - સ્વાધ્યાયાદિ કાળ રૂપ, તેને ઉલ્લંઘીને, “ઠંડી વડે હું પીડાઉ છું' એ પ્રમાણે તપસ્વી મુનિ બીજે સ્થાને ન જાય. કેમ ? જિનાગમમાં - જીવ અન્ય છે અને શરીર અન્ય છે એમ સાંભળીને. પૂર્વે નરકાદિમાં ઘણી વેદના અનુભવી છે.
-
વળી મારી પાસે શીત - વાતાદિ નિવારણ મકાન આદિ નથી, તેમ ન વિચારે, શીત આદિથી રક્ષક વસ્ત્ર, કંબલાદિ નથી માટે હું અગ્નિને સેવું, તેમ ન વિચારે. વિચારવાનો જ નિષેધ છે, તો સેવવાની વાત જ ક્યાં રહી ? આ લયનદ્વાર છે. તેમાં “મુનિ મર્યાદા ન ઓળંગે'' ઇત્યાદિ સૂત્ર અવયવ સૂચિત દૃષ્ટાંત કહે છે -
♦ નિયુક્તિ - ૧
વિવેચન
આ નિયુક્તિનો ભાવાર્થ વૃદ્ધવિવરણથી વૃતિકારશ્રી જણાવે છે રાજગૃહ નગરમાં ચાર મિત્રો વણિજની સાથે વૃદ્ધિ પામ્યા. તેઓ ભદ્રબાહુસ્વામી પાસે ધર્મ સાંભળીને પ્રાજિત થયા. તેઓ ઘણું શ્રુત ભણીને અન્યદા કોઈ દિવસે એકાકી વિહાર પ્રતિમાવાળા થયા. તેની સમાપ્તિ પછી વિચરતા ફરી પણ રાજગૃહ નગરે આવ્યા. હેમંતઋતુ વર્તતી હતી. તેઓ ભિક્ષા કરી ત્રીજી પોિિસમાં નિવૃત્ત થયા. વૈભારગિરિના
For Private & Personal Use Only
Jain Education International
-
www.jainelibrary.org