________________
૨૫,૫૪
• વિવેચન - ૫૩, ૫૪
ઉક્ત વિશેષણવાળો ભિક્ષ ક્ષધા પરીષહથી સ્પષ્ટ તુષાથી પીડિત હોય, તે અનાચારની દુગછા કરનારો, તેથી જ અવાd - પ્રાપ્ત સંયમ - પાંચ આશ્રવાદિથી વિરમણરૂપ છે તેવો અથવા લજ્જા અને સંયમ વડે અથતિ સમ્યગુ યતના કરે છે - કૃત્ય પ્રતિ આદરવાન થાય છે, તે લજ્જા સંત તે આવા પ્રકારનો મુનિ શીતળ અર્થાત સ્વરૂપસ્થ, સ્વકીય આદિ શસ્ત્ર વડે ન હણાયેલ અર્થાત્ અપ્રાસુક એવું જળ તે શીતોદક એવું પાન આદિ ન લે. પરંતુ અગ્નિ આદિ વડે વિકારને પ્રાણ પ્રાસુક જળની ગવેષણાને માટે તથાવિધ કુળોમાં પર્યટન કરે અથવા એષણા સમિતિને આચરે અથતિ પુનઃ પુનઃ સેવે. - કદાચિત જનાકુળ જ નિકેતનાદિમાં લજ્જાથી સ્વસ્થ રહે, તેથી આ પ્રમાણે કહે છે
fછ - અપગત, આપતિ - અન્યચી અન્ય, આગમન રૂપ, લોકોના અતિ આવાગમન શૂન્ય, એવા માર્ગમાં જતાં. કેવો થઈને ? અત્યંત આકુળ શરીરી, કઈ રીતે ? અતિશય તૃષાવાળો પરિશુષ્ક મુખાદિથી તૃષાપરીષદને સહન કરે. મનોયોગાદિને આશ્રીને સર્વ પ્રકારે સંયમ માર્ગમાં ચાલે.
વિવિક્ત દેશમાં રહેલો પણ અત્યંત તરસથી અસ્વાથ્યને પામેલો પણ ઉક્ત વિધિને ઉલ્લંધે છે. પછી તૃષાપરીષહ સહન કરે છે. આ રીતે નદી દ્વારને અનુસરતો શીતોદકન સેવે, ઇત્યાદિ સૂત્ર અવયવ સૂચિતને નિયુક્તિ કૃત દષ્ટાંત કહે છે
• નિક્ત - ૯૦ + વિવેચન :
આ નિર્યુક્તિનો ભાવાર્થ સંપ્રદાયથી જણાવતા વૃત્તિકાર નોંધે છે . અહીં જે ઉદાહરણ છે, તે કિંચિત પ્રતિપક્ષથી, કંઈક અનુલોમથી છે.
ઉજ્જૈની નામે નગરી હતી. ત્યાં ધનમિત્રનામે વણિ રહેતો હતો, તેને ધનાશમાં નામે પુત્ર હતો. તે ધનમિત્રએ તેના પુત્ર સાથે દીક્ષા લીધી. કોઈ દિવસે તે સાધુઓ મધ્યાહવેળાએ એકાક્ષમાર્ગ નીકળ્યા. તે બાળમુનિ દ્રષિત થયેલ. તે પણ તેના પિતા સ્નેહાનુરાગથી પાછળ આવે છે, સાધુઓ પણ આગળ ચાલ્યા. માર્ગમાં નદી આવી. પછી તેણે કહ્યું - જા પુત્ર! આ પાણી પી. તે વૃદ્ધ પણ નદીને ઉતરતા વિચારે છે - હું કંઈક સરખું, એટલામાં આ બાળમુનિ પાણી પીએ. મારા હોવાની શંકાથી પશે નહીં, તેથી એકાંતમાં પ્રતીક્ષા કરે છે. એટલામાં બાળમુનિએ નદીને પ્રાપ્ત કરી, પાણી ન પીધું. કેટલાક કહે છે. તેણે અંજલિમાં પાણી લીધું, ત્યાં તેને વિચાર આવ્યો કે હું આ પાણી પીઉં, પછી થયું કે હું કઈ રીતે આ જીવોને પી શકું ? ન પીધું. તૃષાથી પીડાઈને કાળધર્મ પામ્યા. દેવલોકે ઉત્પન્ન થયા.
તે દેવે અવધિજ્ઞાન પ્રયોજ્ય તેટલામાં બાળમુનિનું શરીરને જોયું. તેમાં પ્રવેશ કર્યો. વૃદ્ધ સાધુની પાછળ ગયો. વૃદ્ધ પણ ચાલ્યો. પછી તે દેવે તે સાધુઓ માટે ગોકુળ વિફર્યું. સાધુઓ પણ તે ઘજિકામાં છાસ આદ ગ્રહણ કરે છે એ પ્રમાણે ઘજિકાની પરંપરાથી ચાવત જનપદને પામ્યા. છેલ્લા ઘજિકામાં તે દેવે જ્ઞાનનિમિત્તે વિટિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org