________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
શીત, ઉષ્ણ, દંશમશક. ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને જલ્લ (મેલ) આ ૧૧ વેદનીય કર્મના ઉદયથી પરીષહો થાય છે.
• નિયુક્તિ
૭૬ : વિવેચન -
પરીષહોની સંખ્યા ૨૨ છે. બાદર સંપરાય નામના ગુણસ્થાન સુધી બધાં પરીષહો સંભવે છે. સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનમાં ચૌદ પરીષહો સંભવે છે. સાત ચારિત્રમોહનીય પ્રતિબદ્ધ અને દર્શન મોહનીય પ્રતિબદ્ધ એક એ આઠનો ત્યાં અસંભવ છે. છદ્મસ્થવીતરાગ નામના ગુણસ્થાને ઉક્તરૂપ ચૌદ પરીષહો જ સંભવે છે. કેવલીને સુધા આદિ વેદનીય પ્રતિબદ્ધ ૧૧ પરીષહો સંભવે છે.
• નિયુક્તિ - ૮૦ + વિવેચન
એષ્યો - તે એષણા - એષણા શુદ્ધ, અનેષણીય - તેનાથી વિપરીત તેવા ભોજનનું અનુપાદાન - ગ્રહણ ન કરવું, કદાચ ગ્રહણ થાય તો પણ ભોજન ન કરવું, નૈગમ, સંગ્રહ, વ્યવહારનયોના મતે અધ્યાસના - સહન કરવું, તેમ જાણવું. સ્થળદર્શી - ભુખ વગેરેને સહેવું તે અન્નાદિના પરિહારરૂપ જ ઇચ્છે છે. શબ્દાદિ ત્રણ નયો અને ઋજુ સૂત્રના મતે પ્રાસુક અન્નાદિ, તે કલ્પને ગ્રહણ કરતો ખાવા છતાં પણ અધ્યાસિત કરે છે, તેમ જાણવું. તે જ ભાવપ્રધાનતાથી ભાવ અધ્યાસના જ માને છે. તે માત્ર ન ખાનારને નથી, પણ શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિથી સમતાવસ્થિતને પ્રાસુક અને એષણીય આહાર વડે ધર્મધૂરાના વહન માટે ભોજન કરનારને પણ અધ્યાસના છે.
હવે નયદ્વાર કહે છે
D
.
• નિયુક્તિ - ૮૧ + વિવેચન
પર્વતના ઝરણાનું જળ પામીને સુધા આદિ પરીષહો ઉત્પન્ન થાય છે, તેને નૈગમ નય પરીષહ કહે છે, જો તે સુધાદિ ઉત્પાદક વસ્તુ ન હોત તો ક્ષુધા આદિ જ ન થાય. તેના અભાવે શું કોણ સહન કરશે, તેથી પરીષહનો અનુભવ જ થાય. તેથી તેના ભાવ ભાવિત્વથી પરીષહમાં તે પ્રધાન હોવાથી જ પરીષહ છે. -x-x
Jain Education International
-
બધાં ભેદોને કહેવા શક્ય નથી, તેથી કેટલાંક જ ભેદ કહે છે. તેમ બાકીના નયોમાં યયોક્ત શંકામાં કહેવું,
વેદના - સુધાદિ જનિત અસાતા વેદના, તેનાથી ઉત્પાદક પરીષહ. -x-xવેદના - ક્ષુધાદિ અનુભવરૂપ છે. તેને આશ્રીને જીવમાં પરીષહ થાય તેમ ઋજુસૂત્રનય પણ માને છે. ઇત્યાદિ -x-x- તે જીવનો ધર્મ હોવાથી જીવમાં કહ્યો, અજીવમાં વેદના ન હોય, તેથી જીવમાં પરીષહ કહે છે. (નયના જ્ઞાન વિના આ વ્યાખ્યાઓ સમજવી કઠીન છે, માટે લખતા નથી) હવે વર્તના હાર કહે છે -
• નિયુક્તિ - ૮૨ + વિવેચન -
ઉત્કૃષ્ટ પદે વિચારતા ૨૦ પરીષહો પ્રાણીને વર્તે છે. જધન્યપદને આશ્રીને એક પરીષહ છે, પણ ઉત્કૃષ્ટ પદે ૨૨ - એક સાથે ન વર્તે, તે કહે છે - શીત અને ઉષ્ણ, ચર્ચા
For Private & Personal Use Only
www.jainelibrary.org