________________
૩૬૧૪૦૧
૧૮૭
• સૂઝ - ૧૪૧ -
ધર્મ અને અધર્મ લોક પ્રમાણ છે. આકાશ લોક અને અલોકમાં વ્યાસ છે. કાળ કેવલ સમય ક્ષેત્રમાં જ છે.
• વિવેચન - ૧૪૩૧ -
ધમસ્તિકાય અને અધમસ્તિકાય બંને લોક પરિમાણ કહેવાય છે. - x x x - x- આ બંનેનું જે લોકમાત્રત્વ છે. તે તેનાથી અવષ્ટબ્ધ આકાશ જે લોકપણાથી સૂચવે છે. આનું અલોક વ્યાધિત્વ હોય તો જીવ અને પુદ્ગલોનો પણ તેમાં પ્રચાર સંભવે છે, તેથી તેને પણ લોકત્વ પ્રાપ્ત થશે. તેથી આ લોક જ છે, અલોક નહીં તેમ અર્થથી કહેલ છે.
આકાશનું સર્વગતત્વ છે. સમય એટલે અદ્ધા સમય, તેને આશ્રીને જે ક્ષેત્ર, તે સમય ક્ષેત્ર - જે અખ દ્વીપ સમુદ્રના વિષયભૂત હોય છે. તે ક્ષેત્ર પછી સમયનો અસંભવ છે. સમય મૂલત્વાદિ જે આવલિકા આદિની કલ્પના પણ આટલા સમયક્ષેત્ર વતી જ છે.- - -
આને જ કાળથી કહે છે - • સૂત્ર - ૧૪૩, ૧૪૭૩ -
ધર્મ, અધર્મ, આકાશ આ ત્રણે દ્રવ્ય અનાદિ, અનંત અને સર્વકાળ છે... પ્રવાહથી સમય પણ અનાદિ અનંત છે. અને પ્રતિનિયત વ્યક્તિ રૂપ એક એક ક્ષણની અપેક્ષાથી આદિ સાંત છે,
• વિવેચન - ૧૪૭૨, ૧૪૭૩ - - ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણે અનાદિ છે - કેમકે તેની આદિ વિધમાન નથી, તેથી અમુક કાળથી આ ત્રણેની પ્રવૃત્તિ છે તે કથન અસંભવ છે. જેનો અંત નથી તેને અનંત કહે છે. આ ત્રણે પણ કેટલોક કાળ પછી નહીં હોય તેવું નથી, તેથી તેને અપર્યવસિત કે અનંત કહે છે.
સર્વકાળ, કાળના અત્યંત સંયોગમાં - સર્વદાસ્વસ્વરૂપનો પરિત્યાગન:સ્વાથી તે નિત્ય છે, તેમ કહેલ છે. સમય પણ પરાપર ઉત્પત્તિરૂપ પ્રવાહ સ્વરૂપ છે, તેથી તેને અનાદિ અપર્યવસિતત્વ રૂપથી પ્રરૂપાયેલ છે x - આદેશ - વિશેષ પ્રતિનિયત વ્યક્તિપણાથી વિચારતા સમય આદિ સપર્યવસિત છે. - x- X* X
આ અજીવ અરૂપીની દ્રવ્ય, ક્ષેત્ર, કાળથી પ્રરૂપણા કરી. હવે ભાવ પ્રરૂપણાનો અવસર છે - તેમાં અમૂર્તત્વથી આના પર્યાયો નથી. તે રૂપી પર્યાયો માફક વણદિ પ્રરૂપણા કરતા - x x- પહેલાં દ્રવ્યથી રૂપીની પ્રરૂપણા કરતાં આ પ્રમાણે કહે છે -
• સૂત્ર - ૧૪૭૪ -
રૂપી દ્રવ્યોના ચાર ભેદ છે તે આ પ્રમાણે - (૧) સ્કંધ, (૨) સ્કંધ દેશ, (૩) સ્કંધ પ્રદેશ અને (૪) પરમાણુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org