________________
૧૮૫
અધ્ય. ૩૬ ભૂમિકા અને છઠું મન. દયિકમાં ક્રોધાદિ ચાર મળીને દશ ભેદ થાય.
એ પ્રમાણે અજીવના નિક્ષેપમાં પણ જ્યારે પુગલદ્રવ્ય અજીવ રૂપ સર્વગુણ પર્યાય રહિત પણે વિચારાય ત્યારે તવ્યતિરિક્ત દ્રવ્ય અજીવ. ભાવમાં અજીવદ્રાના - પુદ્ગલના દશવિધ પરિણામે જીવ છે. અને તે પાંચ-પાંચ શુભાશુભ પણે વિવક્ષિત છે. તે શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ એ પ્રમાણે જાણવા.
વિભક્તિના નિક્ષેપમાં બે પ્રકારે વિભક્તિ છે. જીવોની અને અજીવોની. જીવોનું વિભાગથી અવસ્થાપન, એ પ્રમાણે અજીવોનું સ્થાપન - X- X- - *- ભાવ નિક્ષેપમાં
ઔદયિકાદિ ભાવ વિષયક છ પ્રકારો જાણવા. - * - *- અહીં જીવ, અજીવ દ્રવ્ય વિભાગ અવસ્થાન રૂપથી અધિકાર છે.
એ પ્રમાણે નામ નિક્ષેપો કહ્યો. હવે સૂબાનુગમમાં સૂત્ર કહે છે - • સૂત્ર - ૧૪૬૫ -
જીવ અને આજીવન વિભાગને તમે એકાચ મને મારી પાસેથી સાંભળો, જેને જાણીને ભિક્ષા સમ્યફ પ્રકારે સંયમમાં રતનશીલ થાય.
• વિવેચન - ૧૪૬૫ -
જીવ - ઉપયોગ લક્ષણવાન, અજીવ - તેથી વિપરીત, વિભક્તિો - તેમના ભેદાદિ દર્શનથી વિભાગ વડે અવસ્થાપન. તે જીવાજીવ વિભક્તિને હું કહું છું. હે શિષ્યો ! તમે સાંભળો. કેવી રીતે ? દર્શનમાં કહેલ જીવ, અજીવ વિભાગના અવગત તત્વથી તેમાં જ ચિત્ત પરોવીને, તે એકમન. અહીં જ શ્રદ્ધાવાળા થઈને. આ પ્રમાણે જીવ અને અજીવ વિભક્તિને જાણીને પછી ભિક્ષુ - શ્રમણ સમ્યફ - પ્રશસ્ત યત્નવાત બને. સંયમમાં - ઉકતરૂપ સંયમ વિષયમાં.
જીવાજીવ વિભક્તિના જ્ઞાનની માફક લોકાલોક વિભાગનું જ્ઞાન પણ સંયમ યતનમાં વિષયપણાથી ઉપયોગી છે, તેથી તે કહે છે -
• સૂત્ર - ૧૪૬૬ -
આ લોક જીવ અને અજીવમય કહેવાયેલો છે, અને જ્યાં આજીવનો એક દેશ કેવળ આકાશ છે, તે અલોક કહેવાય છે.
• વિવેચન - ૧૪૬૬ -
જીવ અને અજીવ રૂપ પ્રત્યેક પ્રાણીને પ્રત્યક્ષ આ લોક વિશેષથી કથિત છે, તેમ તીર્થકસદિએ કહેલ છે. જીવ અને અજીવોને યથાયોગ આધાર - આધેયપણાથી વ્યવસ્થિત લોક છે. આના વડે સજીવનો સમુદાય લક્ષ્ય કરાય છે. તે ધર્મ, અધર્મ, આકાશ, પુદગલરૂપ તેનો એક અંશ તે આકાશને અલોક કહે છે. • - •
હવે જીવાજીવ વિભક્તિ પ્રરૂપણા દ્વારથી તેને કહે છે - • સૂત્ર ૧૪૬૩ -
દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જીવ અને જીવની પ્રરૂપણા થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org