________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 (૧૩૯૫) પાકી કેરી અને પાકા કપિન્થનો રસ જેટલો ખાટોમીઠો હોય છે, તેનાથી અનંતગુણ અધિક ખટમીઠો તેજોવેશ્યાનો રસ હોય છે. (૧૩૯૬) ઉતમ સુરા, ફૂલોના બનેલા વિવિધ આસવ, મધુ, મૈરેયક રસ જેવો અમ્લ હોય તેનાથી અનંતગુણ અધિક અમ્લ પદ્મલેશ્યાનો રસ હોય.
૧૭૦
(૧૩૯૭) ખજૂર, દ્રાક્ષ, દુધ, ખાંડ અને સાકરનો રસ જેટલો મીઠો છે, તેનાથી અનંતગુણ અધિક મીઠો રસ શુક્લ વેશ્યાનો હોય છે. • વિવેચન - ૧૩૯૨ થી ૧૩૯૭ -
સૂત્રાર્થ સ્પષ્ટ જ કહેલ છે માત્ર વિશેષ શબ્દો જ અત્રે નોંધીએ છીએ - કટુક - કડવો, રસ - આસ્વાદ, ગૅિ - લીંમડો, રોહિણી - ત્વચાવિશેષ, અહીં કટુક વિશેષણ તેના અતિશયને જણાવવાને માટે છે. અથવા ઔષધિ વિશેષને જણાવવા અહીં કટુક શબ્દ બીજી વખત નોંધેલ છે. આ કડવા તુંબડા આદિના રસથી અનંત રાશિ વડે ગુણતા જેવો આસ્વાદ હોય તેવો કડવો રસ કૃષ્ણ લેશ્યાનો જાણવો તે તાત્પર્ય છે.
-
ત્રિકટુ - તીક્ષ્ણ કટુ, નીલ લેશ્યાનો રસ અતિ તીક્ષ્ણ - તીખો જાણવો. તારા - અપરિપક્વ કેરીનો રસ, તુવર - કષાયેલો. જેવો રસ હોય તેનાથી અનંતગુણ રસ કાપોત લેસ્યાનો જાણવો.
પરિાંત - પરિપક્વ એવી કેરી, કવિત્વનો રસ અર્થાત્ કંઈક ખાટો અને કંઈક મીઠો એવો રસ તેજોલેશ્યાનો જાણવો.
વરવાણી – પ્રધાન સુરા. વિવિધ પુષ્પોનો દારુ, મધ આદિનો રસ આ બધાં રસો કરતા અનંતગુણ કંઈક અમ્લ કષાય માધુર્યવાન્ રસ પદ્મનો છે.
ખજૂર, દ્રાક્ષ આદિ પ્રસિદ્ધ છે, તેની જેવો મધુર રસ એમ અર્થ લેવો. -૦- આ પ્રમાણે લેશ્યાનો રસ કહ્યો. હવે લેશ્યાની ગંધ કહે છે -
• સૂત્ર - ૧૩૯૮, ૧૩૯૯
ગાય, કુતરા, સર્પના મરેલા શરીરની જેવી દુર્ગન્ધ હોય છે, તેનાથી અનંતગુણ અધિક દુર્ગન્ધ ત્રણે શસ્ત લેશ્માની હોય છે.
·
સુગંધી ફૂલ, પીસાતા સુગંધી પદાર્થોની જેવી ગંધ છે, તેનાથી અનંત ગુણ અધિક સુગંધ ત્રણે પ્રશસ્ત લેશ્માની હોય છે.
• વિવેચન - ૧૩૯૮, ૧૩૯૯
ગાય આદિના મડદાની ગંધ હોય તેવા પ્રકારની ગંધથી અનંત ગણી દુર્ગન્ધ અપ્રશસ્ત - અશુભ લેશ્માની હોય છે. અશુભ લેશ્યા કઈ ? કૃષ્ણ, નીલ અને કાપોત, અહીં લેશ્યાનું અપ્રશસ્તપણું અશુભ ગંધનો હેતુ છે.
જાઈ, કેતકી આદિ ફૂલોનો પમરાટ, કોષ્ઠપ્રટાદિ નિષ્પન્ન વાસ, અર્થાત્ આ બધાંની જે ગંધ, તે પીસાતા હોય ત્યારની સુગંધ, કેમકે તે વખતે આ ગંધ ઘણી પ્રબળતર હોય છે. તેનાથી અનંતગુણ સુગંધી પ્રશસ્ત લેશ્યાની ગંધ હોય, તે પ્રશસ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
-