________________
૩૩/૧૩૮૧, ૧૩૮૨
• સૂત્ર - ૧૩૮૧, ૧૩૮૨ -
સિદ્ધના અનંતમાં ભાગ જેટલાં કમના અનુભાગ છે. બધાં અનુભાગોના પ્રદેશ પરિમાણ બધાં જીવોથી અધિક છે... તેથી આ કમના અનુભાગોને જાણીને બુદ્ધિમાન સાધક કમનો સંવર અને ક્ષય કરવાનો પ્રયત્ન કરે • તેમ હું કહું છું.
• વિવેચન - ૧૩૮૧, ૧૩૮૨ -
સિદ્ધોના અનંતભાગ વર્તિત્વથી અનંત ભાગ “અનુભાગ” રસ વિશેષ હોય છે. આ અનંત ભાગ અનંત સંખ્ય જ છે. હવે પ્રદેશ પારિમાણ કહે છે. બધાં અનુભાગોમાં પ્રદિશ્યત થાય છે માટે પ્રદેશો - બુદ્ધિ વડે વિભાગ કરાતા તે વિભાગોનો એક દેશ, તેનું અગ્ર તે પ્રદેશાગ્ર. ભવ્ય અને અભવ્ય બધાં જીવોથી અતિક્રાંત, તેથી તેના અનંતગુણત્વથી અધિકપણે છે.
હવે જે કારણે આ પ્રદેશબંધાદિ કહ્યા, તેનો ઉપસંહાર કરતા કહે છે...
જેથી આવા પ્રકારે પ્રકૃતિબંધાદિ છે, તેથી અનંતર કહેલ કર્મોના અનુભાગ, ઉપલક્ષણથી પ્રકૃતિ બંધાદિને વિશેષથી - કટુ વિપાકત્વ અને ભવહેતુત્વ લક્ષણથી જાણીને, તેમાંના અશુભ કર્મો પ્રાયઃ ભવનિર્વેદ હેતુત્વથી કર્મોનો સંવર અને નિર્જરા માટે યત્ન કરવો. - *- નિયુક્તિકાર કહે છે -
• નિર્યુક્તિ - ૩૭ + વિવેચન -
પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશ કમને સારી રીતે જાણીને તેના સંવર અને નિર્જરાને માટે સદા પણ પ્રયત્ન કરવો જોઈએ. • - X
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૩૩ - નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org