________________
૧૪૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ એકાંતમાં - બીજા વ્યાસંગના પરિહારરૂપથી રહેતું. તેવું નિવેશન મન, વચન, કાયાનું હોય છે. સ્વાધ્યાયની એકાંત નિવેષણા એટલે નિશ્વય થકી અનુષ્ઠાન. તેમાં અનુપ્રેક્ષા જ પ્રધાન પણે હોવાથી મૂત્ર અને અર્થની ચિંતવના કરવી. આ પણ ચિત્તના સ્વાથ્ય વિના જ્ઞાનાદિ લાભ ન આવે, તેથી કહે છે - ધૃતિ અર્થાત્ ચિતસ્વાચ્ય કે મનને અનુદ્વિગ્ન રાખવું.
આવા જ્ઞાનાદિ માર્ગની આવી અભિલાષા કઈ રીતે કરવી ? • સૂત્ર - ૧૨૫૦ •
જે શ્રમણ તપસ્વી સમાધિની આકાંક્ષા રાખે છે, તો તે પરિમિત અને એષણીક આહારની જ કરે. તત્ત્વાશને જાણવામાં નિપુણ બુદ્ધિવાળા સાથી શોધે, તથા સ્ત્રી આદિથી વિવેકને યોગ્ય - એકાંત ઘમાં નિવાસ કરે.
• વિવેચન - ૧૨૫૦ -
આહાર - એષણીય અનશનાદિની અભિલાષા કરે. કેમકે આવા અનંતરોક્ત આહાર વડે ગુરૂ અને વૃદ્ધની સેવા તથા જ્ઞાનાદિ કારણોને આરાધવાને સમર્થ થાય છે. સહાય - ગચછના અંતર્વત સહચરને ઇચ્છે છે. નિપુણ - કુશળ, અર્થ - જીવાદિમાં, બુદ્ધિ- મતિ એટલે નિપાર્થ બુદ્ધિ, તેમાં નિપુણ - સુનિરૂપિતા ચેષ્ટા અને બુદ્ધિ જેની છે તે. સહાયકનું કથન કેમ કર્યું ? સ્વચ્છેદ ઉપદેશાદિથી જ્ઞાનાદિકારણ અને ગુરુ તથા વૃદ્ધની સેવાદિનો ભંશકરે, તેથી નિપુણ સહાયકને ઇચ્છે છે, તેમ કહ્યું. faષેક - પૃથફભાવ તે સ્ત્રી આદિના સંસર્ગનો અભાવ. યોગ્ય - ઉચિત. તે વિવેક યોગ્ય. કેમકે વિવિકા ઉપાશ્રયમાં જ શ્રી આદિ સંસર્ગથી ચિત્ત વિપ્લવ ઉત્પત્તિમાં કઈ રીતે ગુરુ અને વૃદ્ધની સેવા તથા જ્ઞાનાદિ કારણોનો સંભવ થાય?
સમાધિની અભિલાષા કરે છે. આ સમાશ - દ્રવ્ય અને ભાવથી બે પ્રકારે છે, તેમાં દ્રવ્ય સમાધિ તે દુધ અને સાકર આદિ દ્રવ્યોનો પરસ્પર અવિરોધથી અવસ્થાન. ભાવ સમાધિ તે જ્ઞાનાદિનું પરસ્પર અબાધાં વડે અવસ્થાન. તેથી જ્ઞાનાદિને પ્રાપ્ત કરવાની કામના કરે છે.
કાળ આદિ દોષથી આવા પ્રકારની સહાયની અપ્રાપ્તિમાં શું કરે? • સૂત્ર - ૧૨૫૧ -
જે પોતાનાથી અધિક ગુણોવાળો કે પોતાની સમાન ગુણોવાળો નિપુણ સહાયક ન મળે, તો પાપોનું વજન કરતો એવો તથા કામભોગોમાં અનાસક્ત રહે તો એવો કરે જ વિચરણ રે.
• વિવેચન - ૧૨૫૧ -
જો આ અર્થમાં નિપુણ બુદ્ધિ સહાયકને ન પામે. તે કેવા સહાયક હોય ? જ્ઞાનાદિ ગુણો વડે અધિક હોય કે જ્ઞાનાદિ ગુણોને આશ્રીને સમાન હોય ન પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org