________________
૩૧/૧૨૨૭ થી ૧૨૪૫
પાંચમાં વ્રત વિષયક પાંચ ભાવના - થ્રોપ્રેન્દ્રિય આદિ પાંચનો રાગ છોડે. ૦દશા શ્રુતસંઘના - ૧૦, બૃહત્ કલ્પના - ૬, વ્યવહારના - ૧૦ કુલ ૨૬ ઉદ્દેશા. તેમાં ભિક્ષુ ઉપયોગવંત રહે તો સંસારમાં ભ્રમણ ન કરે.
(૧૨૪૩) અણગારના ગુણો :- વ્રત - ૬, ઇંદ્રિય નિગ્રહ - ૫, ભાવ સત્ય - ૧, કરણ સત્ય - ૧, ક્ષમતા - ૧, વિરાગતા - ૧, મન આદિ નિરોધ - ૩, કાય - E યોગ યુક્તતા - ૧, વેદના સહેવી - ૧, મારણાંતિક અધ્યાસનતા - ૧ એમ ૨૩ થાય,
-
પ્રકલ્પ એટલે પ્રકૃષ્ટ કલ્પ - જેમાં સાધુના વ્યવહાર છે તે. તે અહીં આચારાંગ જ શસ્ત્રપરિજ્ઞાદિ અઠ્ઠાવીશ અધ્યયન રૂપ છે. તે આ પ્રમાણે -
શસ્ત્ર પરિજ્ઞા, લોક વિજય, શીતોષ્ણીય, સમ્યકત્વ, આયંતિ, ધ્રુવ, વિમોહા, ઉપધાનશ્રુત, મહાપરિજ્ઞા આ નવ અધ્યયનો,
પિડૈષણા, શય્યા, ઇર્યા, ભાષા, વસ્ત્ર, પાન એ છ અધ્યયનો.
સાત સમૈક્ક, ભાવના, વિમુક્તિ, ઉદ્દાત, મનોદ્ઘાત અને ૨૮મું આરોપણા જે નિશીથ નામે પ્રસિદ્ધ છે. એ પ્રમાણે અઠ્ઠાવીશ ભેદે આચાર પ્રકલ્પ છે અથવા સમવાયાંગમાં કહેલા અડ્ડાવીશ અધ્યયનો જાણવા. તે બધાને યથાવત્ આસેવના અને પ્રરૂષણાદિ પ્રકારથી ભિક્ષુ ઉપયોગવંત રહે.
(૧૨૪૪) પાપ ઉપાદાનરૂપ શ્રુત તે પાપશ્રુત, તેવા પ્રકારની આસક્તિ રૂપ તે પાપશ્રુતપ્રસંગ. તે અષ્ટાંગ નિમિત્ત સૂત્રાદિ વિષયના ભેદથી ૨૯ છે. આઠ નિમિત્ત અંગો તે દિવ્ય, ઉત્પાત, આંતરિક્ષ, ભૌમ, અંગ, સ્વર, લક્ષણ અને વ્યંજન. આ આઠે સૂત્ર, વૃત્તિ, વાર્તિકથી ત્રણ ત્રણ ભેદે છે. તેથી ચોવીશ થયા. ગાંધર્વ, નાટ્ય, વાસ્તુ, આયુર્વેદ, ધનુર્વેદ સહ ૨૯ ભેદો થાય.
મોહનીય, નિમિત્તપણાથી આમાં વર્તે છે, તે મોહનીયસ્થાનો, તેના ત્રેવીશ ભેદો છે. જેમકે - (૧) પાણીની મધ્યે અવગાહીને ત્રસ અને પ્રાણોની હિંસા કરે છે. - ૪ - (૩) મસ્તકને વેષ્ટન વડે વીંટીને સંકલેશપૂર્વક મારે છે. ઇત્યાદિ - ૪ - ૪ - ૩૦ સ્થાનો મોહનીય કહ્યા છે. (જે પૂર્વે દશાશ્રુતસ્કંધ આગમમાં અને આવશ્યક સૂત્રની ટીકામાં અમે નોંધેલા જ છે. માટે અહીં પુનરુક્તિ કરતા નથી. જો કે અહીં વૃત્તિકારશ્રીએ નોંધેલ છે.)
જે ભિક્ષુ આ ત્રીશ મોહનીય સ્થાનોના પરિહાર દ્વારથી ઉપયોગવાળા રહે છે, તેઓ સંસારમાં પરિભ્રમણ કરતા નથી.
(૧૨૪૫) દ્ધિા - સિદ્ધિપદને પ્રાપ્ત. તેમના અતિશાયી ગુણો તે સિદ્ધાદિગુણો કહેવાય. તે સંસ્થાનાદિ નિષેધરૂપ એકત્રીશ છે.
પાંચ સંસ્થાન, પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને ત્રણ વેદ, અકાય, અસંગ, અરુહ એ ૩૧ ગુણો સિદ્ધના થયા.
અથા
દર્શનાવરણીય કર્મ - ૯, આયુ કર્મ ૪, જ્ઞાનાવરણીય બાકીના બબ્બે ભેદો ક્ષીણ અભિલાપથી એ રીતે પણ ૩૧ થાય.
૫, અંતરાય ૫,
યોગ સંગ્રહ. યોગ - શુભ મન, વચન, કાય વ્યાપાર. સમ્યક્ પ્રકારે ગ્રહણ કરાય કે સ્વીકારાય તે યોગ બત્રીશ ભેદે કહેલ છે. તે આ પ્રમાણે -
For Private & Personal Use Only
Jain Education International
૧૩૫
-
.
www.jainelibrary.org