________________
૨૯:૧૧૫૦
૧૦૩
અયોગીભાવ જન્મે છે. અયોગીજીવ નવા કર્મો બાંધતો નથી કેમ કે તેના કારણનો અભાવ થાય છે. પૂર્વ બદ્ધ - મવોપગ્રાહી ચાર કર્મને નિર્જરે છે - ક્ષય કરે છે.
- સૂત્ર - ૧૧૫૧
ભગવન્ ! શરીરના પ્રત્યાખ્યાનથી જીવ શું પામે છે? શરીરના પ્રત્યાખ્યાનથી જીવ સિદ્ધોના વિશિષ્ટ ગુણોને પામે છે. તેવો જીવ લોકા પહોંચીને પરમસુખી થાય છે.
♦ વિવેચન - ૧૧૫૧
-
યોગના પ્રત્યાખ્યાનથી શરીર પણ પ્રત્યાખ્યાત જ થાય છે તો પણ તેના આધારત્વથી મન અને વચન યોગ કરતાં તેના પ્રાધાન્યને જણાવવા આ પ્રત્યાખ્યાન કહે છે - તેમાં શરીર એટલે ઔદારિકાદિ, તેના પ્રત્યાખ્યાનથી સિદ્ધોના અતિશય ગુણોને પ્રાપ્ત કરે છે. સિદ્ધોના અતિશય ગુણ સંપન્ન જીવ લોકાગ્ર - મુક્તિપદને પામી અતિશય સુખવાળો થાય છે.
→
• સૂત્ર - ૧૧૫૨ -
ભગવન્ ! સહાય પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? સહાય પ્રત્યાખ્યાનથી જીવ એકીભાવને પામે છે. એકીભાવ પ્રાપ્ત જીવ એકાગ્રતાની ભાવના કરતો વિગ્રહકારી શબ્દ, વાકલહ, ક્રોધાદિ કષાય, તું-તું અને હુઠ્ઠું આદિથી મુક્ત રહે છે, સંયમ અને સંચરમાં બહુલતા પામીને સમાધિ સંપન્ન થાય છે.
• વિવેચન - ૧૧૫૨ -
સંભોગ આદિ પ્રત્યાખ્યાનો પ્રાયઃ સહાય પ્રત્યાખ્યાનથી જ સુકર થાય છે. સહાય - સાહાયકારી યતિઓ તેના પ્રત્યાખ્યાનથી જ એકત્વને પામે છે, એકતાપ્રાપ્ત જીવ એકાલંબનત્વના અભ્યાસથી અલ્પ અભાવવાળા થાય. શેના અભાવવાળા? વાક્ કલહ, કષાય ઇત્યાદિ તતા સંયમ અને સંવરમાં બહુલતા પામી જ્ઞાનાદિ સમાધિવાળા બને છે.
·
• સૂત્ર
૧૧૫૩ -
ભગવન્ ! ભક્ત પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? ભક્ત પ્રત્યાખ્યાનથી જીવ અનેક પ્રકારના સેંકડો ભવોના જન્મ મરણોને રુંધે છે. • વિવેચન
૧૧૫૩
સમાધિવાન જીવ અને ભક્ત પ્રત્યાખ્યાન થાય છે. તેથી તેને કહે છે. આહારનો પરિત્યાગ તે ભક્ત પરિજ્ઞાદિ અનેક સેંકડો ભવોનો શોધ કરે છે. તથાવિધ દૃઢ વ્યવસાયતાથી સંસારના અલ્પત્વને પામે છે.
·
-
·
• સૂત્ર - ૧૧૫૪
ભગવન્ ! સદ્ભાવ પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? જીવ સદ્ભાવ પ્રત્યાખ્યાનથી અનિવૃત્તિને પ્રાપ્ત થાય છે. અનિવૃત્તિ પ્રાપ્ત અણગાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org