________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 સ્વાધ્યાયાદિની ક્ષતિ, તેનો અભાવ તે અપમિંય, તેને પામે છે. તથા ઉપધિથી નિષ્કાંત તે નિરુપધિક જીવ વસ્ત્રાદિની અભિલાષારહિત થી, ઉપધિ રહિત પણ શારીરિક, માનસિક સંક્લેશને મતો નથી. - x .
૧૦૬
-સૂત્ર ૧૧૪૮ -
ભગવન્ ! આહારના પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? આહાર પ્રત્યાખ્યાનથી જીવ જીવિતની આશંસાના પ્રયત્નોને વિચ્છિન્ન કરી દે છે. તેને વિચ્છિન્ન કરીને તે આહારના અભાવમાં પણ કલેશ પામતો નથી.
• વિવેચન - ૧૧૪૮ -
ઉપધિ પ્રત્યાખ્યાતા આહારને પણ પચ્ચકખે છે. જિનકલ્પિકાદિ એષણીય આહાર ન મળતા ઘણાં દિવસો ઉપવાસી જ રહે છે, તેથી આહાર પ્રત્યાખ્યાનને કહે છે અનેષણીય ભોજનપાન નિરાકરણ રૂપથી પ્રાણને ધારણ કરવા રૂપ અભિલાષા તે જીવિતાશંસા, તેનો વ્યાપારકરણ તે જીવિતાશંસા પ્રયોગ, તેનો વિચ્છેદ થાય છે. આહારાધીન જ મનુષ્યોનું જીવિત છે, તેથી તેના પ્રત્યાખ્યાનમાં તેની આશંસાનો વ્યવચ્છેદ થાય છે. તેમાં જીવિતાશાથી વિપ્રયોગ - વિવિધ વ્યાપારને વ્યવચ્છિન્ન કરે છે, જીવિતની આશાથી આહાર જ મુખ્ય વ્યાપાર છે. તેના પ્રત્યાખ્યાનમાં શેષ વ્યાપારનો વિચ્છેદ સુકર જ થાય છે. - - ૪ - તેથી તેવો જીવ અશનાદિ વિના સંલેશ પામતો નથી. વિકૃષ્ટ તપોનુષ્ઠાનવાન પણ બાધા અનુભવતો નથી.
-
. સૂત્ર ૧૧૪૯
ભગવન્! કષાય પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? કષાય પ્રત્યાખ્યાનથી વીતરાગ ભાત પામે છે. વીતરાગભાવ પ્રાપ્ત જીવ સુખ અને દુઃખમાં સમ થઈ જાય છે.
• વિવેચન - ૧૧૪૯ -
ઉક્ત ત્રણે પ્રત્યાખ્યાનનું ફળ કાચનો અભાવ જ છે. તેથી કષાય પ્રત્યાખ્યાન કહે છે. તેનાથી - ક્રોધાદિના નિવારણથી વીતરાગ અર્થાત્ સગ કે દ્વેષ રહિતતાને પામે છે. - ૪ - વીતરાગ ભાવ પામવાથી રાગ અને દ્વેષના અભાવે સુખ - દુઃખમાં તુલ્ય થાય છે. રાગદ્વેષ વડે જ તેમાં વૈષમ્ય સંભવે છે. તેના અભાવમાં તો સમતા જ રહે છે.
- સૂત્ર - ૧૧૫૦
ભગવન્ ! યોગ પ્રત્યાખ્યાનથી જીવ શું પામે છે? યોગ પ્રત્યાખ્યાન વડે આયોગત્વને પામે છે. અયોગી જીવ નવા કર્મો બાંધતો નથી. પૂર્વબદ્ધ ફની નિર્જરા કરે છે.
• વિવેચન - ૧૧૫૦
નિષ્કષાયીપણ યોગના પ્રત્યાખ્યાનથી જ મુક્તિ સાધક થાય, તેથી તેને કહે મન, વચન, કાયાનો વ્યાપાર, તેના પ્રત્યાખ્યાનથી - તેના નિરોધથી
4
છે. યોગ
-
-
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org