________________
૨૯/૧૧૧૩ માન વિજય, (૬૯) માયા વિજય, (૭૦) લોભ વિજય, (૧) પ્રેમ - દ્વેષ - મિથ્યાદર્શન વિજય, (૭૨) શૌલેશી, (૩૩) અકસ્મતા.
• વિવેચન - ૧૧૧૩ -
સમ્યક્ત પરાક્રમ અધ્યયનના હવે કહેવાનાર અર્થ - અભિધેય, આ વફ્ટમાણ પ્રકારથી ભગવંત મહાવીરે કહેલ છે, તે આ પ્રમાણે છે - સંવેગ, નિર્વેદ ઇત્યાદિ ૭૩ - દ્વારો સ્ત્રાર્થમાં કહ્યા મુજબ જાણવા.
હવે આ જ પ્રત્યેક પદ ફળના ઉપદર્શન દ્વારથી સૂત્રમાં કહે છે - આ બધાંનો પ્રયાસ મુક્તિ ફળ જ છે, તેમાં પ્રવૃત્તિના અભિલાપ પૂર્વક તે રૂપ સંવેગ ઇત્યાદિ પદોને કહે છે, તે આ પ્રમાણે -
• સૂત્ર - ૧૧૧૪ -
ભગવન્! સંવેગથી જીવને શું પ્રાપ્ત થશે? સંવેગથી જીવ અનુતર ધર્મ શ્રદ્ધાને પામશે. પરમ ધર્મ શ્રદ્ધાથી શીઘ સંવેગ આવે છે. અનંતાનુબંધી કોધ, માન, માયા, લોભનો ક્ષય કરે છે, નવા કમને બાંધતો નથી. અનંતાનુબંધી કષાય ક્ષીણ થતાં મિથ્યાત્વ વિશુદ્ધિ કરી દર્શનનો આરાધક થાય છે. દર્શન વિશોધિ દ્વારા વિશુદ્ધ થઈ કેટલાંક જીવ તે જ જન્મમાં સિદ્ધ થાય છે અને કેટલાંક દર્શન વિશોધિથી શુદ્ધ થતાં બીજા ભવનું અતિક્રમણ કરતો નથી.
• વિવેચન - ૧૧૧૪ -
સંવેગ એટલે મુક્તિનો અભિલાષ. તેનાથી હે ભગવન્! આ પૂજયને આમંત્રણ છે. જીવ કયાગુણોને ઉત્પન્ન કરે છે? આ પ્રમાણે શિષ્ય એ પ્રસ્ત કરતાં. અહીં પ્રજ્ઞાપક તેનો ઉત્તર આપતા કહે છે -
સંવેગ વડે પ્રધાન એવા ધૃતધર્માદિમાં શ્રદ્ધા - તે કસ્થાની અભિલાષા રૂપ ધર્મ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. કેમકે તેના અભાવે સંવેગનો સંભવ નથી. ભાવમાં પણ દેવલોકાદિ ફળ જ મળે, અનુત્તર ફળ નહીં, તેથી કહે છે - અનત્તર ધર્મશ્રદ્ધાથી સંવેમ, તે જ અર્થથી વિશિષ્ટતર ફળ જલ્દી મળે છે. તેના સિવાય વિષયાદિની અભિલાષાથી, સંવેગ ન આવે. અનુત્તર ધર્મ શ્રદ્ધામાં અન્યત્ર નિરાસક્તિમાં અન્યથાપણું સંભવ નથી.
અનંતાનુબંધી ક્રોધાદિને ખપાવે છે. અશુભ કર્મ પ્રકૃતિને બાંધતો નતી. કપાય ક્ષયના નિમિત્તથી, કર્મના અબંધત્વની અપેક્ષાથી મિથ્યાત્વની વિશોધિ- સર્વથા ક્ષય થતાં ક્ષાયિક સખ્યત્વનો આરાધક આથતિ નિરતિચાર પાલના કૃતિ દર્શન આરાધક થાય છે. દર્શન વિશુદ્ધિથી અત્યંત નિર્મળતા થાય છે. તેથી કેટલાંક તેવા આરાધકો તે જ જન્મમાં સિદ્ધ થાય છે. અતિ જે જન્મમાં દર્શનની તથાવિધ શુદ્ધિ કરે છે, તે જ જન્મમાં મુક્તિને પામે છે. જેમ મરદેવી માતાપામ્યા. જેઓ તેભવે સિદ્ધ થતા નથી, તેઓ દર્શનની વિશુદ્ધિથી અન્ય જન્મ ઉપાદાન રૂપ ત્રીજા ભવને અતિક્રમતા નથી, અવશ્ય ત્રીજા ભવે સિદ્ધ થાય છે. આ કથન ઉત્કૃષ્ટ દર્શન આરાધકોની અપેક્ષાએ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org