________________
૧૧૪.
૫ ૩
આના વડે મનોગુતિ નામક ચાસ્ત્રિવિનય કહ્યો. ક્રોધાદિનો દમનનો ઉપાય. તેના દમનનું ફળ હવે કહે છે -
આત્માનું જ દમન કર્યું, કેમકે આત્મા જ નિર્ચ દુર્દમ છે. આત્માને દમનાર આ લોક અને પરસ્લોકમાં સગી થાય છે.
• વિવેચન - ૧૫.
સતત શુદ્ધિને પામે છે. સંકલેશરૂપ પરિણામાંતરને પામે છે તે આત્માનું દમન કરવું, ઇંદ્રિય- નોઇઢિયના દમનથી મનોજ્ઞ- અમનોજ્ઞ વિષયોમાં રાગ-દ્વેષને વશ થઈ દુખ હાથીની જેમ ઉન્માર્ગગામીને સ્વયં વિવેક અંકુશથી ઉપશમને પામે છે. --x જે કારણે તે દુર્દમ અતિ દુર્જય છે, તેથી તેનું દમન કરતાં બાહ્ય દમનીય થાય છે. કહે છે કે - બધે આત્માને જિતતા જિત છે. ઉપશમમાં આણેલ આત્મા સુખી થાય છે. ક્યાં? આ અનુભૂયમાન આયુષ્યમાં શિક્ષણના પ્રત્યક્ષ લોકમાં, તથા પરલોકમાં ભવાંતરમાં, દાંતાત્મા પરમભકષિ અહીં જ દેવો વડે પૂજાય છે. અદાંતાત્માને ચોર કે પારદારિકાદિ વિનાશ પામે છે.
તેનાથી વિપરીત શબ્દાદિમાં ન ફસાનાર બધે પ્રશંસા પામે છે. તેનું ઉદાહરણઃબે ભાઈઓ ચોર હતા. તેમના ઉપાશ્રયમાં સાધુઓ વર્ષાવાસ રહ્યા. ચોમાસુ પૂરું કરીને જતી વેળાએ તે બંને ચોરોને કોઈ વ્રત ન સ્વીકારતા સગિના ન ખાવાનું વ્રત આપ્યું. કોઈ વખતે તે ચોરો ધાડ પાડીને ઘણાં ગાય-ભેંસ લાવ્યા. બીજાઓ પાડાને મારીને પકાવવા લાગ્યા, બીજા દાને માટે ગયા. માંસ પકવનારે વિચાર્યું કે અડધાં માંસમાં ઝેર નાંખીએ, પછી દારુ લાવનારને પણ આપી દઈશું. તેથી આપણને ઘણાં ગાય-ભેંસ ભાગમાં આવશે. દારુ લાવનારે પણ આવું જ વિચાર્યું, એ પ્રમાણે તેઓએ બંનેએ વિષ ભેળવ્યું. સૂર્યાસ્ત થઈ ગયો. તેને ભાઈઓએ કંઈ ન ખાધુ. બાકીના પરસ્પર વિષયુકત ભોજનાદિ કર્યા. મરીને દુર્ગતિમાં ગયા. બંને ભાઈઓ પરલોકમાં સુખના ભાગી થયા.
આ પ્રમાણે જિલૅન્દ્રિયનું દમન કરવું, એ પ્રમાણે બાકીની ઇન્દ્રિયોને પણ દમતા આત્મા દાંત થતાં આલોક પરલોકમાં સુખી થાય છે. હવે કેવી ભાવના કરવાથી આત્માનું દમન થાય તે કહે છે -
• સૂત્ર - ૧૬
સંયમ અને તપ વડે મારા આત્માને દમનો તે સારુ છે પણ વધ અને બંધન દ્વારા બીજાથી હું દમન કરાઈ તે સારું નથી.
• વિવેચન : ૧૬
અભિહિતરૂપ આત્મા કે તેનો આધારરૂપ દેહ છે તે આત્મા, તેને દમો - અસમંજસ ચેષ્ટાથી રોકવો. કઈ રીતે ? સંચમ – પાંચ આશ્રયોથી વિરમણ આદિ વડે. તપ - અનશન આદિ વડે. આ બંને મુક્તિ હેતુથી અવિરહિત અને પરસ્પર સાપેક્ષતા સૂચનાર્થે છે અથવા સમગ્ર જ્ઞાનના સમુચ્ચયાર્થે છે. તેથી વિપરીતમાં દોષના દર્શન For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International