________________
અધ્ય. ૨૮ ભૂમિકા અધ્યયન ૨૮
-
-
મોક્ષમાર્ગ-ગતિ'
Jain Education International
X
X
X
૦ અધ્યયન - ૨૭મું કહ્યું, હવે ૨૮મું આરંભે છે. તેનો આ સંબંધ છે. અનંતર અધ્યયનમાં અશઠપણાથી સામાચારી પાળવાનું શક્ય છે, તેમને બતાવ્યા. અહીં તેમાં રહેલાંને મોક્ષમાર્ગગતિની પ્રાપ્તિ થાય છે, તેમ બતાવતું આ અધ્યયન આરંભીએ છીએ. આના અનુયોગ દ્વાર પૂર્વવત્ કહીને યાવત્ નામ નિષ્પન્ન નિક્ષેપામાં આ ‘મોક્ષ માર્ગગતિ’ નામ છે, તેથી મોક્ષ, માર્ગ, ગતિનો નિક્ષેપો કહે છે -
૭૫
• નિયુક્તિ ૫૦૦ થી ૫૫ - વિવેચન -
મોક્ષનો નિક્ષેપો ચાર પ્રકારે છે. નામ આદિ ભેદથી. તેમાં નોઆગમથી મોક્ષ દ્રવ્યના જ્ઞ શરીર, ભવ્ય શરીર, તદ્બતિરિક્ત ત્રણ ભેદ કહ્યા. બેડી વગેરેથી દ્રવ્ય મોક્ષ, ભાવથી મોક્ષ તે આઠ પ્રકારના કર્મોથી રહિતને જાણવો. એ પ્રમાણે માર્ગનો નિક્ષેપો પણ નામાદિ ચાર ભેદથી છે, જેમાં તવ્યતિરિક્ત દ્રવ્ય માર્ગ તે જળમાર્ગ, સ્થળ માર્ગ આદિ છે. ભાવથી માર્ગ તે જ્ઞાન, દર્શન, તપ, ચારિત્ર ગુણો જાણવા. ગતિનો નિક્ષેપ પણ નામાદિ ચાર ભેદે છે. તેમાં તવ્યતિરિક્ત દ્રવ્ય ગતિ પુદ્ગલાદિની છે. ભાવમાં પાંચ પ્રકારની છે તેમાં મોક્ષગતિનો અત્રે અધિકાર છે.
ગાથાર્થ કહ્યો. વિશેષ વૃત્તિ આ પ્રમાણે છે - તદ્બતિરિક્ત દ્રવ્ય મોક્ષ તે બેડી કે કારાગૃહ આદિથી જાણવો, જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના કર્મો વડે મુક્ત, તે ભાવથી મોક્ષ જાણવો. કથંચિત્ દ્રવ્ય પર્યાયના અનન્યત્વને જણાવવા માટે આ કહેલ છે. અન્યથા ક્ષાયિક ભાવ જ આત્માનું મુક્તત્વ લક્ષણ મોક્ષ કહેલ છે. - * X - * - * - ના જ એકાંતિક આત્યંતિકપણાથી તાત્વિક શબ્દત્વથી ભાવ મોક્ષત્વ છે. આનાથી જે વિપરીત હોય તે દ્રવ્ય મોક્ષત્વ છે. માટે બંનેને અલગ જાણવા.
તદ્રવ્ય વ્યતિરિક્ત જળ, સ્થળ આદિ તે દ્રવ્ય માર્ગ જાણવા. ભાવમાં જ્ઞાનાદિ ગુણો જીવ પર્યાયપણાથી મુક્તિપદ ને અપવવાના નિમિત્તપણાથી ભાવ માર્ગ કહ્યો. સૂત્ર પણાથી તદ્ દ્રવ્ય વ્યતિરિક્ત તે પુઞ્લાદિની દ્રવ્ય ગતિ છે. આદિ શબ્દથી જીવની ગતિ પણ કહેવી. આનું દ્રવ્યત્વ દ્રવ્ય પ્રાધાન્ય વિવક્ષાથી છે. અન્યથા પુદ્ગલાદિ પર્યાયપણાથી ગતિની ભાવ રૂપતા જ છે. અથવા દ્રવ્યની ગતિ તે દ્રવ્ય ગતિ. ભાવમાં પાંચ પ્રકારે, તે નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ તથા મોક્ષ ગતિના ભેદથી છે. તેમાં અહીં મોક્ષગતિથી અધિકાર છે.
હવે જે રીતે આનું ‘મોક્ષમાર્ગમતિ” નામ છે, તે દર્શાવે છે -
·
નિયુક્તિ - ૫૦૬ + વિવેચન -
જેથી આ અધ્યયનમાં મોક્ષ, માર્ગ અને ગતિ વર્ણવવામાં આવેલ છે, તેથી આ અધ્યયનને ‘મોક્ષ માર્ગ ગતિ' અધ્યયન કહેલ છે. મોક્ષ - પ્રાપ્તિપણાથી, માર્ગ - તેને પ્રાપ્ત કરવાના ઉપાયપણાથી, ગતિ - સિદ્ધિ ગમન રૂપ, તેનું આ અધ્યયનમાં પ્રરૂપણ
For Private & Personal Use Only
www.jainelibrary.org