________________
૨૩૧૦૬૦ તે ફળ કથન દ્વારથી આના વડે કહેલ છે, તેમ વિચારવું.
એ પ્રમાણે આ અશઠતાને સેવીને કઈ રીતે જ્ઞાનાદિ સમાધિ - વાળા શિષ્યો થાય, એ રીતે તેમના ગુણોને જણાવીને વિપક્ષે - X... શઠતા દોષો પણ કહેવા જોઈએ. તે કુશિષ્યના સ્વરૂપને જણાવીને જ બતાવવું શક્ય છે. તેના દોષદુષ્ટત્વને જણાવવા દષ્ટાંત વર્ણન કહે છે -
• સૂત્ર - ૧૦૬૧ થી ૧૦૬૫ -
(૧૦૬૧) જે ખલુંક બળદોને છેતરે છે. તે તેમને મારતો એવો કલેશ પામે છે. અસમાધિનો અનુભવ કરે છે, અંતે તેનું ચાબુક પણ તુટી જાય છે. (૧૦૬ર) તે સુબ્ધ થયેલો વાહક કોઈની પૂંછ કાપે છે, કોઈને વારંવાર વિશે છે. તેમાંનો કોઈ બળદ સમિલા તોડી નાંખે છે, બીજે ઉન્માર્ગે ચાલવા લાગે છે. (૧૦૬૩) કોઈ માર્ગના એક પડખે પડી જાય છે, કોઈ બેસી જાય છે. કોઈ સુઈ જાય છે, કોઈ કુદે છે, કોઈ ઉછળે છે, તો કોઈ સઠ તરુણ ગાયની પાછળ દોડે છે. (૧૦૬૪) કોઈ માયાવી મસ્તક વડે પડે છે, ક્રોધિત થઈ પ્રતિપણે ચાલ્યો જાય છે. ફોઈ મડદા જેવો પડી રહે છે, કોઈ વેગથી દોડવા લાગે છે. (૧૦૬૫) કોઈ બળદ સાસને છેદી નાંખે છે, કોઈ દુદા સૂપને તોડી નાંખે છે અને -સું અવાજ કરીને વાહનને છોડીને ભાગી જાય છે.
• વિવેચન - ૧૦૬૧ થી ૧૦૬૫
ધર્મકથા અનુયોગપણાથી આના પહેલાં સૂત્રમાં ગર્ગ નામક આચાર્ય, કેટલાંક કુશિષ્યો વડે ભગ્ન સમાધિ થઈ આત્માની સમાધિને પ્રતિસંધિત કરે છે. બીજા સત્રમાં વહન કરાતા એવા વિનીત બળદ આદિ જે રીતે અરણ્યને પસાર કરી દે છે, તેમ યોગ્ય શિષ્યો - કૃત્યોમાં પ્રવર્તાવતા સંસાર પાર કરી દે છે. તેની વિનીતતાના દર્શનથી વિશેષથી સમાધિનો સંભવ થાય, એવો ભાવ છે. આ પ્રમાણે આત્માની સમાધિના પ્રતિસંધાનને માટે વિનીતનું સ્વરૂપ બનાવીને, તે જ અવિનીતના સ્વરૂપની ભાવના કરતા “ખલુંક’ આદિ બાર સૂત્રો કહે છે.
ખલુંક - જે કોઈ બળદને વહન માટે જોડે છે, તે કઈ રીતે? તે કહે છે - બળદને વિશેષથી તાડન કરતાં શ્રમને પામે છે, ક્લેશ પામે છે. તેથી જચિત્ત ઉદ્વેગ રૂપ અસમાધિને વેદે છે. જેમાં ખાંકને જોડેલ છે. તે પ્રાજનકનો અતિ તાડનથી ભંગ થાય છે. તે અતિરુષ્ટ થઈને જે કરે છે, તે કહે છે - કોઈના પુંછડાને કાપી નાંખે છે, કોઈના ગળામાં પરોણી ઘોંચે છે ઉપલક્ષણથી અશ્લીલ ભાષણાદિ કહે છે. • • *
કોઈ બળદ સમિલા- ચુગરંધ્ર કીલિકાને ભાંગી નાંખે છે. કોઈ વળી તે સમિલાને ભાંગ્યા વિના ઉન્માર્ગે ચાલવા લાગે છે. કોઈ બળદ વળી પાર્શ્વથી - શરીરનો એક ભાગ, પડખુ, તેનાથી ભૂમિ ઉપર પડે છે. કોઈ બળદ બેસી જાય છે ઇત્યાદિ સૂત્રાર્થથી જાણી લેવું. કોઈ તરુણ ગાય સામે દોડે છે અથવા દુષ્ટ બળદ બીજે ચાલ્યો જાય છે. કોઈ માયાવી બળદ મસ્તકથી પડે છે. અર્થાત અતિ નિસ્સહની જેમ પોતાને ન દર્શાવીને જમીન ઉપર મસ્તક વડે લોટે છે. બીજો શુદ્ધ થઈને પાછળ ચાલે છે, કોઈ મરેલાની જેમ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International