________________
૫૮
ઉત્તરાધ્યયન મૂલસૂર-સટીક અનુવાદ પ્રતિકૃચ્છના, (૫) છંદશા, (૬) ઇચ્છાકાર, (૩) મિચ્છાકાર, (૮) તથાકાર, (૯) આવ્યુત્થાન, (૧૦) ઉપસંપદા. આ દશ અંગોવાળી સાધુ સામાચારી કહેવાઈ છે.
• વિવેચન - ૧૦૦૮ થી ૧૦૧૦ -
વ્રતગ્રહણથી આરંભીને કારણ વિના ગુરુના અવગ્રહમાં આશાતના દોષના સંભવથી રહેવું નહીં. પણ ત્યાંથી નીકળી જવું. આવશ્ચિકી વિના નિર્ગમન ન થાય, તેથી પહેલી આવશ્ચિકી કહી. નીકળીને જે સ્થાને રહે ત્યાં ધિકી પૂર્વક પ્રવેશવું, પછી નિષધા કરવી. ત્યાં પણ રહેતા ભિક્ષા અટન આદિ વિષયમાં ગુરુની પૃચ્છાપૂર્વક જ કરવું. તેથી ત્રીજી આપૃચ્છના. આપૃચ્છના છતાં ગુરુ વડે નિયુક્ત પ્રવૃત્તિકાળમાં ફરી ગુરુને પૂછવું તે પ્રતિ પૃચ્છના. ગુરુની અનુજ્ઞાથી કરવા છતાં ભિક્ષા અટન આદિ માત્ર આત્મભરી ન થવું, તેથી છંદણા - ગૃહિત આહાર માટે નિમંત્રણા.
આ છંદણા પણ ઇચ્છાપૂર્વક પ્રયોજાય, તેથી ઇચ્છાકારને તેના પછી કહી. આ અત્યંત અવધ-ભીરુ વડે તત્વથી કરાય છે, તેથી કથંચિત્ અતિચારના સંભવમાં આત્માને નિંદવો જોઈએ, તેથી પછી મિથ્યાકાર સામાચારી. તે કરવા છતાં તેમાં ઘણાં દોષ સંભવે છે, તેથી ગુરુને આલોચના આપવી, તેમાં જે આદેશ કરે, તેમ માનવું તે તથાકાર. પછી કૃત્યોમાં ઉધમવાળા થવું, તેને અનુરૂપ આપ્યુત્થાન. ઉધમવાળાને જ્ઞાનાદિ નિમિત્તે બીજા ગયછમાં જવાનું પણ થાય, તેમાં ઉપસંપદા.
ઉપસંહાર - આ પૂર્વોક્ત ઇચછાદિ દશ અવયવો દશ અવયવો સાધુની સામાચારી છે, તેમ તીર્થંકરાદિ વડે કહેવાયેલ છે. હવે તે અવયવો કહે છે -
• સૂત્ર - ૧૦૧૧ થી ૧૦૧૩ -
(૧૦૧૧) ગમનમાં આવરિયક’ કરવું, પ્રવેશ સ્થાને “નૈતિકી” કરવી. પોતાના કાર્ય માટે આપૃચ્છના. બીજાના કાર્ય માટે પ્રતિકૃચ્છના. (૧૦૧ર) આહાર દ્રવ્યના વિષયમાં છંદણા, સ્મરણમાં ઇચ્છાકાર, આત્મ નિંદામાં મિચ્છાકાર, પ્રતિક્ષત તે તથાકાર. (૧૦૧૩) ગરુ જન જાથે આવ્યુત્થાન, પ્રયોજનથી બીજા પાસે રહેવામાં ઉપસંપદા. આ પ્રમાણે દશાંગ સામાચારીનું નિવેદન કર્યું.
• વિવેચન - ૧૦૧૧ થી ૧૦૧૩ -
(૧) તેવા કોઈ કારણે બહાર નીકળવું આવશ્યક હોય તો ‘આવશ્યકી' કરવી. (૨) જેમાં કહેવાય તે સ્થાન - ઉપાશ્રય. તેમાં પ્રવેશતા નૈષેલિકી કરવી, નિષેધ્ય એટલે પાપ અનુષ્ઠાનોથી આત્માનું પાછા ફરવું, તેમાં થાય તેનેધિકી, આત્મના નિષિદ્ધત્વથી આ સંભવે છે.
(૨) આપૃચ્છા - બધાં કાર્યોમાં વ્યાપેલ પૃછના. “હું આમ કરું કે નહીં?" કોઈ વિવક્ષિત કાર્યનું નિર્વતન સ્વયં કરવું તે. (૪) પ્રતિકૃચ્છતા • બીજાના પ્રયોજન વિધાનમાં, ગુરુએ નિયુક્ત છતાં ફરી પ્રવૃત્તિ કાળમાં પ્રતિપૃચ્છા કરવી. તે કદાચ બીજા Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org