________________
૨૫
૨૨૮૩૫ થી ૮૪૨
જેમ ગોપાલ ગાયને પાળે છે, માંડપાલ બીજાના ભાંડોને ભાડે દેવા વડે સાયવે છે, પણ તે તે ગાયો કે ભાંડોનો સ્વામી કે વિશિષ્ટ કુળનો ઉપભોક્તા થતો નથી. એ પ્રમાણે તું પણ શ્રમણ્યમાં થઈશ. કેમકે ભોગના અભિલાષથી તું શ્રામાણ્યના ફળને પામીશ નહીં.
એ પ્રમાણે તેણીએ કહેતા રથનેમિએ શું કર્યું? તે કહે છે - • સૂત્ર - ૮૪૩, ૮૪૪ -
(૮૪૩) તેણીના સુભાષિત વચનો સાંભળીને રથનેમિ ધર્મમાં એ રીતે સ્થિર થઈ ગયા, જે રીતે અંકુશથી હાથી સ્થિર થાય.
(૮૪૪) તે મન, વચન, કાયાથી ગુમ, જિતેન્દ્રિત અને દઢળતી થયા. જવજીવ નિશ્ચલ ભાવે ગ્રામચનું પાલન કરવા લાગ્યા,
• વિવેચન - ૮૪૩, ૮૪૪ -
તેરાજીમતીના અનંતરોક્ત શીખામણ રૂપ વચનો સાંભળીને કે જે તે પ્રવનિતાએ સારી રીતે કહેલા તેવા સુભાષિત, અંકુશ વડે જેમ હાથી સ્થિર થાય તેમ તે રથનેમિ તેણીના વચનથી યાત્રિ ધર્મમાં સ્થિર થયો.
વૃદ્ધ સંપ્રદાય કહે છે - નૂપૂરપડિતાની કથામાં છેલ્લે રોષાયમાન થયેલા રાજાએ સણી, મહાવત અને હાથી ત્રણેને પર્વતના શીખરે ચડાવ્યા. મહાવને કહ્યું કે હાથીને પાડી દે. બંને પડખે વંશગ્રાહ્ય રાખ્યા. હાથીએ આકાશમાં એક પગ ઉંચો કર્યા. લોકો બોલ્યા, અહો આ તિર્યંચ પણ જાણે છે કે તેને મારી નાંખવાના છે. તો પણ રાજાનો રોષ ન ઘટતા હાથીએ ત્રણ પગો ઉચા કર્યા, એક પગે ઉભો રહ્યો. લોકો આક્રંદ કરવા લાગ્યા કે આવા હરિત રત્નનો કેમ વિનાશ કરો છો? ત્યારે તેમના કહેવાથી અંકુશ વડે હાથીને સ્થિર કરી નીચે ઉતાર્યો.
જે આવો હાથી પણ અંકુશથી આવી અવસ્થામાં સ્થિર થઈ જાય, તેમ રથનેમિ પણ રામતીના અહિતથી નિવર્તવા રૂપ અંકુશ પ્રાયઃ વયનોશી ધર્મમાં સ્થિર થયો.
- - હવે બંનેની ઉત્તર વાળ્યતા કહે છે - • સૂગ - ૮૪૫ -
ઉગ્ર તપનું આચરણ કરીને બને કેવલી થયા. બધાં કર્મોનો ક્ષય કરીને તેઓએ અનુત્તર સિદ્ધિ ‘ને પ્રાપ્ત કરી..
• વિવેચન ૮૪૫ -
કર્મ બુનું વિદારણ કરવાથી ઉગ્ર, અનશનાદિ તપને આયરીને રથનેમિ અને રાજીમતી બંને કેવલી થયા. બધાં ભવોપગ્રાહી કમ ખપાવીને અનુતર એવી સિદ્ધિ પામ્યા. હવે નિયુકિતને અનુસરે છે -
• નિર્યુક્તિ - ૪૪૭ થી ૪૫૧ + વિવેચન -
શૌર્યપુર નગરમાં સમુદ્રવિજય સજા હતા. તેને શિવા નામે અગ્રમહિષી રાણી હતી. તેણીને ચાર પુત્રો હતા. અરિષ્ટનેમિ, રથનેમિ, સત્યનેમિ અને દેટનેમિ. તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org