________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ ૩
૪૩ ઉત્તરાધ્યયન - મૂલસૂત્ર-૪/૩
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન છે અધ્યયન - ૨૨ “રથનેમીય" છે.
૦ સમુદ્રપાલ નામે એકવીસમું અધ્યયન કહ્યું હવે બાવીશમું કહે છે. આનો સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં વિવિક્તચર્યા કહી. તે ચાસ્ત્રિ સહિત ધૃતિમાનને ચરવી શક્ય છે. તેથી રથનેમિ વત્ ચરવી, તેમાં ક્યારેક ઉત્પન્ન વિશ્રોતસિકાથી પણ ધૃતિ ધારણ કરવી, તેમ કહે છે. એ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુયોગો પૂર્વવત્ વિચારીને નામ નિષ્પન્ન નિક્ષેપ જ કહેવો.
તે પ્રમાણે વિચારીને નિર્યુક્તિકાર કહે છે - • નિયુક્તિ - ૪૪૪ થી ૪૪૬ + વિવેચન -
રથનેમિનો નિક્ષેપનામાદિ ચાર ભેદે છે. તેમાં દ્રવ્ય રથનેમિ બે ભેદે છે- આગમથી અને નોઆગમથી. નોઆગમથી દ્રવ્ય રથનેમિના ત્રણ ભેદ છે - જ્ઞશરીર, ભવ્ય શરીર, તવ્યતિરેક.ભાવથ રથનેમિતે રથનેમિના નામ અને ગોબ વેદે છે તે તેનાથી ઉપસ્થિત આ રથનેમિ અધ્યયન છે. વ્યાખ્યા પૂર્વવતુ જાણવી. નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો, હવે સૂબાલાપક નિષ્પન્ન નિક્ષેપ. તે સૂત્ર હોવાથી થાય છે. તેથી સૂત્રાનુગમમાં સૂત્ર કહે છે
• સૂત્ર - ૯૭ થી ૮૧૨ -
(૯) સૌરયપુર નગરમાં રાજલક્ષણોથી યુક્ત મહાન વ્યક્તિ સંપન્ન વસુદેવ નામે રાજ હતો. (૯૮) તેને રોહિણી અને દેવકી નામે બે પનીઓ હતી. તેમને અનુક્રમે રામ અને કેશવ (કૃષ્ણ) નામે પ્રિય પુત્ર હતા.
(૩૯૯) સૌરપુર નગરમાં રાજલક્ષણોથી યુક્ત મહાકદ્ધિ સંપન્ન સમુદ્ર વિજય નામે રાજા હતો. (૮૦૦) તેને શિવા નામે બની હતી. જેના પુત્ર મહાયશસ્વી, દમીશ્વર, લોકનાથ, ભગવન અરિષ્ટનેમિ હતા.
(૮૦૧) તે અરિષ્ટનેમિ સુવરત્વ અને લક્ષણ સંયુક્ત હતા. તેઓ ૧૦૦૮ શુભ લક્ષણના ધારક હતા, ગૌતમ ગોત્રીય અને યામ વર્ણના ecu.
(૮૦૨) તેઓ વજsષભનરાય સંહનન અને સમય તરસ સંસ્થાન વાળા હતા. મત્સ્યોદરા હતા. કેશવે રાજમતિને તેની પત્ની રૂપે યાસી..
(૮૦૩) તે શ્રેષ્ઠ રાજકન્ય સુશીલ, સુંદર, સર્વલક્ષણ સંપન્ન હતી. તેણીના શરીરની ક્રાંતિ વિધુતની પ્રભા સમાન હતી.
(૮૦૪) તેના પિતાએ મહર્તિક વાસુદેવને કહ્યું - કુમાર અહીં આવે. હું મારી કન્યા, તેને માટે આપી શકુ છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org