________________
૨૧૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ મને ક્ષમા કરો. હવે સમગ્ર અધ્યયનનો ઉપસંહાર કહે છે -
• સૂત્ર ૭૭૦ થી ૭૨૨ -
(૭૭૦) એ પ્રમાણે રાજસિંહ શ્રેણિકે શણગારસિંહ મુનિની પરમ ભક્તિથી સ્તુતિ કરી, અંતઃપુર તથા પરિજનો સહિત તે વિમળ ચિત્તથી ધર્મમાં અનુરક્ત થઈ ગયો.
(૭૭૧) રાજાના રોમકૂપ આનંદથી ઉલ્લસિત થઈ રહ્યા હતા. તે મુનિની પ્રદક્ષિણા અને મસ્તકથી વંદના કરીને પાછો ગયો.
(૩૭૨) આ તરફ તે ગુણ સમૃદ્ધ, ત્રણ મિથી ગુપ્ત, ગણ દંડોથી વિરત મોહ મુક્ત મુનિ પક્ષીની માફક વિઘમુક્ત થઈને પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા - તેમ હું કહું છું.
• વિવેચન - 990 થી ૭૭૨ -
અતિ પાકમતાથી સિંહ જેવો આ રાજા, કર્મ મૃગો પ્રતિ દારુણપણાથી સિંહ જેવા તે અણગાર, અથવા બંનેમાં “સિંહ” શબ્દ પ્રશંસાને જણાવે છે. સાવરોધ- અંતઃપુર સહિત, સપરિજન - પરિવાર સહિત મિથ્યાત્વમળ ચાલી જતાં, રોમ કૂપ ઉલ્લસિત થતાં, સ્વસ્થાને ગયા. સંપત પણ પક્ષીવતું ક્યાંય પણ પ્રતિબંધ રહિત વિચારવા લાગ્યા.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૨૦ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org